Site icon hindtv.in

નડાબેટ બોર્ડર પર 80 મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી.

નડાબેટ બોર્ડર પર 80 મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી.
Spread the love

નડાબેટ બોર્ડર પર 80 મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી.
બીએસએફ આઇજી અભિષેક પાઠકે લહેરાવ્યો તિરંગો.
ભારત-પાકિસ્તાન સીમા પર દેશપ્રેમનો અદભૂત માહોલ.

સરહદી પ્રવાસન ક્ષેત્ર તરીકે વિકસાવવામાં આવેલા પ્રખ્યાત ‘નડાબેટ સીમા દર્શન’ સ્થળને આઝાદીના પર્વની ઉજવણી માટે ખાસ રોશની અને રંગબેરંગી લાઈટોથી સજાવવામાં આવ્યું છે.

15મી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ વાવ-થરાદ વિસ્તારમાં ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ નજીક દેશભક્તિનો અદભુત અને ગૌરવવંતો માહોલ જોવા મળી રહ્યો છે. સરહદી પ્રવાસન ક્ષેત્ર તરીકે વિકસાવવામાં આવેલા પ્રખ્યાત ‘નડાબેટ સીમા દર્શન’ સ્થળને આઝાદીના પર્વની ઉજવણી માટે ખાસ રોશની અને રંગબેરંગી લાઈટોથી સજાવવામાં આવ્યું છે. સ્વતંત્રતા પર્વની પૂર્વ સંધ્યાએ સમગ્ર નડાબેટ ટુરિઝમ પરિસરને નવવધૂની જેમ અતિ આકર્ષક રીતે શણગારવામાં આવ્યું છે. અહીં કરવામાં આવેલી ભવ્ય અને રંગબેરંગી લાઈટિંગના કારણે આખું સરહદી વિસ્તાર ઝગમગી ઉઠ્યો છે. ત્રિરંગાના રંગો અને દેશભક્તિની થીમ પર આધારિત આ રોશની અહીં આવતા પ્રવાસીઓ અને સ્થાનિકો માટે ભારે આકર્ષણનું કેન્દ્ર બની છે.

આઝાદીના આ મહાપર્વ નિમિત્તે ભારત-પાકિસ્તાન સરહદ પર આવેલું નડાબેટ સંપૂર્ણપણે દેશભક્તિના રંગમાં રંગાઈ ગયું છે. દેશની સરહદોની રક્ષા કરતા જવાનો અને અહીં મુલાકાતે આવતા પ્રવાસીઓમાં અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રાષ્ટ્રપ્રેમના આ માહોલમાં લાઈટિંગથી ઝળહળતું નડાબેટ પ્રવાસીઓને એક અનોખો દેશભક્તિનો અનુભવ કરાવી રહ્યું છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Exit mobile version