માંડવી નગરપાલિકા ખાતે 80 માં સ્વતંત્ર પર્વની ઉજવણી
15 મી ઓગસ્ટ રાષ્ટ્રગીત ગાઈ સલામી આપવામાં આવી
માંડવી નગરપાલિકા પ્રમુખ અમીશાબેન રાઠોડને હસ્તે ઉજવણી
માંડવી નગરપાલિકાના પટાંગણમાં નગરપાલિકા પ્રમુખ અમિષાબેન રાઠોડ હસ્તે રાષ્ટ્રગીત ગાઈ સલામી આપવામાં આવી હતી. આ પ્રસંગે પાલિકા પ્રમુખ અમિષા રાઠોડએ માંડવી નગરના પ્રજાજનોને 15 મી ઓગસ્ટની શુભકામના પાઠવી હતી અને આપણા દેશની સ્વતંત્ર અપાવનાર વીર શહીદોને યાદ કરી તેમને નમન વંદન કર્યા હતા.
તેમજ માંડવી નગરની વિકાસ ગાથા રજૂ કરી હતી અને નગરજનો તરફથી આપવામાં આવેલ સહકાર બદલ આભાર માન્યો હતો. વલ્લભવs ખાતે પાલિકા ઉપપ્રમુખ પ્રવિણસિંહ અટોદરિયા દ્વારા ધ્વજ વંદન કરાયું હતું અને તેમણે પ્રાસંગિક ઉદબોધન કરી વીર શહીદોને યાદ કરી નમન વંદન કર્યા હતા. તેમજ માંડવી ફાયર સ્ટેશન ખાતે પીનાલી બેન ઉપાધ્યાય દ્વારા ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું. માંડવી નગરમાં પ્રાંત કચેરી, ખાતે તાલુકા પંચાયત કચેરી, ફોરેસ્ટ વિભાગ, માંડવી પોલીસ તંત્ર તેમજ માંડવી નગરની તથા તાલુકાની કોલેજો સ્કૂલ તથા પ્રાથમિક શાળાઓમાં તેમજ સરકુઇ તથા લીમધા ખાતે રાષ્ટ્રધ્વજ ફરકાવી સલામી આપી રાષ્ટ્રભાવના ઉજાગર કરી હતી

