લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે 80 મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી
હોસ્પિટલના તબીબો, સ્ટાફ તેમજ દર્દીઓ ઉપસ્થિત રહ્યા
રાષ્ટ્રીય ધ્વજ લહેરાવી રાષ્ટ્રગાન સાથે દેશભક્તિનો માહોલ સર્જાયો
લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે આજે 80 મા સ્વાતંત્ર્ય દિવસની ગૌરવભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે હોસ્પિટલના તબીબો, સ્ટાફ તેમજ દર્દીઓ ઉપસ્થિત રહ્યા હતા અને રાષ્ટ્રીય ધ્વજ લહેરાવી રાષ્ટ્રગાન સાથે દેશભક્તિનો માહોલ સર્જાયો હતો.
લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે 80મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી અંતર્ગત ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો. હોસ્પિટલના સ્ટાફ, GISF ગાર્ડ સહિત દર્દીઓ અને 108 ના કર્મચારીઓ પણ આ રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં જોડાયા હતા. ત્યારે હોસ્પિટલ અધિક્ષક કરણસિંહ વાળાના હસ્તે રાષ્ટ્ર ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું આજના આ પવિત્ર પર્વ નિમિત્તે દેશભક્તિ ગીત, સહિત ઉપસ્થિત દેશપ્રેમીઓ દ્વારા વક્તવ્યના માધ્યમ થી દેશની એકતા અને અખંડિતતાનો સંદેશ આપ્યો હતો. સિવિલ હોસ્પિટલના અધિક્ષક કરણસિંહ વાળાના માર્ગદર્શન હેઠળ તેમજ RMO ધ્યાનેષ જોષીના નેતૃત્વમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
ઉપસ્થિત સૌએ રાષ્ટ્રીય ધ્વજને સલામી આપી દેશની એકતા અને અખંડિતતાનો સંદેશ આપ્યો હતો. આ પ્રસંગે હોસ્પિટલ પરિસરમાં દેશભક્તિના માહોલ વચ્ચે સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી.તેમજ વર્ષ દરમ્યાન સારી કામગીરી કરનાર સ્ટાફ કર્મચારીઓ સહિત વર્ગ ચારના કર્મચારીને કોમેન્ટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આમ, લીંબડી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ અને હોસ્પિટલ સ્ટાફની ઉપસ્થિતિ વચ્ચે 80મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી ઉત્સાહ અને ગૌરવ સાથે કરવામાં આવી હતી..

