Site icon hindtv.in

સ્મીમેર હોસ્પિટલમાં 3 દિવસથી સિટીસ્કેન ખોટકાતા દર્દી ખાનગીમાં 8 હજારનો ચૂનો

Spread the love

સુરત પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં છેલ્લા 3 દિવસથી સિટી સ્કેન મશીન ખોટકાઈ જતા વરાછા, કતારગામ, ચોક સહિતના વિસ્તારના દર્દીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્મીમેરમાં રોજના હજારો દર્દીઓ સારવાર માટે આવે છે. આ દર્દીઓને હવે બહારથી સિટી સ્કેન કરાવવાની ફરજ પડી રહી છે. છેલ્લા 3 દિવસથી ખોટકાયેલા મશીનને રીપેર કરવામાં હજુ 2 થી 3 દિવસનો સમય લાગી શકે છે. ખાનગી હોસ્પિટલોમાં સિટી સ્કેન માટે રૂ. 2000 થી રૂ. 8000 ચૂકવવા પડે છે. જ્યારે સ્મીમેરમાં સિટી સ્કેન માટે 1500 થી 1700 રૂપિયા ચૂકવવા પડે છે.

Exit mobile version