Site icon hindtv.in

ભાવનગરમાં જાહેરમાં જુગાર રમતા 8 શખ્સો ઝડપાયા

ભાવનગરમાં જાહેરમાં જુગાર રમતા 8 શખ્સો ઝડપાયા
Spread the love

ભાવનગરમાં જાહેરમાં જુગાર રમતા 8 શખ્સો ઝડપાયા
કુંભારવાડામાં ડી સ્ટાફની મોટી કાર્યવાહી, 8 જુગારીઓ રંગેહાથ ઝડપાયા
પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળતાં પોલીસે જુગારધામ પર ત્રાટકી
ડી ડિવિઝન પોલીસે 8 શખ્સો સામે ગુનો નોંધ્યો

ભાવનગર શહેરના ડી ડિવિઝન પોલીસ સ્ટેશનના ડી સ્ટાફે કુંભારવાડા વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ માહિતી આધારે જાહેરમાં જુગાર રમતા આઠ શખ્સોને રંગેહાથ ઝડપી લઈ તમામ વિરુદ્ધ ડી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કર્યો હતો.

શહેરના ડી ડિવિઝન પોલીસ સ્ટેશનના ડી સ્ટાફ કુંભારવાડા વિસ્તારમાં પેટ્રોલિંગ માં હોય એ દરમિયાન મળેલી ચોક્કસ માહિતી આધારે અમરસોસાયટીમાં કોળી જ્ઞાતિની વાડી પાસે પ્લોટનં- એ/૬૧ ની સામે ખુલ્લી જગ્યામાં રેડ કરતા આઠ શખ્સો ગોળ કુંડાળું વળીને પૈસા પાના વડે તીન પત્તીનો હાર-જીતનો જુગાર રમતા રંગેહાથ ઝડપાયા હતા જેમાં બાબુ ચીના રાઠોડ ઉંમર વર્ષ ૬૫, રણજીત ઉર્ફે મિથુન કિશોર ચૌહાણ ઉંમર વર્ષ ૩૭,સંજય ચંદુ કંટારીયા ઉંમર વર્ષ ૪૨, નરેન્દ્ર કનક વાળા ઉંમર વર્ષ ૪૮, ભાવેશ ઉર્ફે મિથુન રામજી મકવાણા ઉંમર વર્ષ ૪૩, રાજેશ ગણેશ મકવાણા ઉંમર વર્ષ ૪૩, રાજેશ ગણેશ મકવાણા ઉંમર વર્ષ ૩૭, જસવંત બાબુ વાળા ઉંમર વર્ષ ૪૭, અને દિનેશ તળશી બારૈયા ઉંમર વર્ષ ૪૩ રહે.તમામ કુંભારવાડા વાળાઓને સ્થળપરથી જુગારનું સાહિત્ય તથા જુગારના પટમાં પડેલ રોકડા રૂપિયા ૧૨,૫૨૦/-સાથે ઝડપી લઇ તમામ વિરુદ્ધ ડી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જુગારધારા એક્ટ 12 મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી

Exit mobile version