બારડોલીના વામદોત હાઈસ્કૂલનું 79.43 ટકા પરિણામ

Featured Video Play Icon
Spread the love

બારડોલીના વામદોત હાઈસ્કૂલનું 79.43 ટકા પરિણામ
6 જેટલા વિદ્યાર્થીઓ A1 ગ્રેડ સાથે સફળ રહ્યા

બારડોલીની એમ.બી.વામદોત સાર્વજનિક હાઈસ્કૂલની ધો.10નું પરિણામ 79.43 ટકા આવ્યું હતું. જેમાં 6 જેટલા વિદ્યાર્થીઓ A1 ગ્રેડ સાથે સફળ રહ્યા હતા.

સૌથી વધુ ગુણ મેળવનાર જાનવી પારેખે નબળી આર્થિક પરિસ્થિતીમાં ટ્યુશન વગર માત્ર જાત મહેનતથી 96.83 ટકા ગુણ મેળવ્યા હતા. જાનવીના પિતા કડોદરામાં એક ખાનગી મિલમાં સામાન્ય કર્મચારી તરીકે નોકરી કરે છે અને માતા ગૃહિણી છે. એક ધ્યેય સાથે જાનવીએ કરેલી મહેનત ફળી છે. શાળામાં જે ભણાવે તેનો ઘરે જઈને વારંવાર અભ્યાસ અને લખીને તૈયારી કરવાની આદતને કારણે તેણીએ આ સફળતા હાંસલ કરી છે. હવે ગણિત વિષય સાથે ધો.11માં એડમિશન લેવાની સાથે એન્જીનિયરીંગ ક્ષેત્રમાં આગળ વધવાનું તેનું સ્વપ્ન છે. તે તેની સફળતાનો શ્રેય માતા-પિતા અને શાળાના શિક્ષકોને આપે છે. તેણે ટ્યુશન વગર પણ સફળતા હાંસલ કરી શકાય તે ચરિતાર્થ કરી વિદ્યાર્થીઓ માટે એક પ્રેરણાત્મક ઉદાહરણ પૂરું પાડ્યું છે.

આ પ્રસંગે શાળાના આચાર્ય આશાબેન પટેલ જણાવ્યુ હતું કે, અમારી શાળાનું ધો.12 વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહનું પણ ઉત્કૃષ્ટ પરિણામ આવ્યું છે. જેમાં 12 વિજ્ઞાન પ્રવાહમાં એક વિદ્યાર્થી A1 ગ્રેડ સાથે સમગ્ર સુરત જિલ્લામાં પ્રથમ ક્રમે રહી હોવાનો દાવો કર્યો હતો. જ્યારે ધો.10માં પણ શાળાનું ઉત્કૃષ્ટ પરિણામ રહ્યું છે 6 જેટલા વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે.

જનતા સાર્વજનિક કેળવણી મંડળના ખજાનચી સંજય પટેલે આ નિમિત્તે ધો.10માં 1થી 10નંબર પ્રાપ્ત કરનાર તમામ વિદ્યાર્થીઓની ફી માફી કરવા તેમજ JEE અને NEET જેવી પરિક્ષાની તૈયારી પણ વિનામુલ્યે કરાવવામાં આવનાર હોવાની જાહેરાત કરી હતી….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *