Site icon hindtv.in

ભિલોડામાં કમોસમી વરસાદનો કહેર

ભિલોડામાં કમોસમી વરસાદનો કહેર
Spread the love

ભિલોડામાં કમોસમી વરસાદનો કહેર
ભિલોડા યાર્ડમાં ખુલ્લામાં રાખેલો પાક પલળ્યો
કમોસમી વરસાદ પડતા વેપારીઓને નુકશાન
ઘઉં, મકાઈ, સોયાબીનનો પાક પલળ્યો
વેપારીઓને લાખો રૂપિયાનું નુકશાન

અરવલ્લી જિલ્લાના ભિલોડામાં વહેલી સવારે અચાનક કમોસમી વરસાદ તૂટી પડ્યો છે. હવામાન વિભાગે આગાહી કરી હતી તે મુજબ વરસાદે ખેતી અને વેપારીઓને મોટું નુકસાન પહોંચાડ્યું છે.

ભિલોડા માર્કેટયાર્ડમાં વેપારીઓએ ખરીદેલા ઘઉં અને મકાઈની બોરીઓ ખુલ્લામાં પડી હતી. વહેલી પરોઢે અચાનક શરૂ થયેલા વરસાદમાં આ તમામ બોરીઓ સંપૂર્ણપણે પલળી ગઈ છે. વેપારીઓએ ખરીદેલા લાખો રૂપિયાના અનાજને થયેલા નુકસાનથી તેમની સ્થિતિ કફોડી બની છે. વરસાદની અસર ભિલોડા તાલુકામાં વ્યાપકપણે જોવા મળી રહી છે. હવામાન વિભાગની આગાહી છતાં માર્કેટયાર્ડમાં પૂરતી સાવચેતી ન રખાતા વેપારીઓને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

 

Exit mobile version