Site icon hindtv.in

પહલગામ હુમલામાં સરકારે સ્વીકારી સુરક્ષામાં ચૂક થઇ છે,

પહલગામ હુમલામાં સરકારે સ્વીકારી સુરક્ષામાં ચૂક થઇ છે,
Spread the love

પહલગામ હુમલામાં સરકારે સ્વીકારી સુરક્ષામાં ચૂક થઇ છે,
કિરણ રિજ્જુએ કહ્યું ભારત સરકારે આજે વધુ કડક પગલાં લેવાનો ઈરાદો વ્યક્ત કર્યો
વિપક્ષે કહ્યું સરકાર જે પણ એક્શન લેશે તે સાથે છીએ
સર્વપક્ષીય બેઠકમાં વિપક્ષે પ્રશ્નો પણ ઉઠાવ્યા

પહલ ગામમાં થયેલા આતંકી હુમલા અંગે સર્વદળીય પક્ષોની મળી હતી બેઠક, સુરક્ષામાં ચૂક થઈ હોવાનું કેન્દ્રીય મંત્રી બેઠકમાં જણાવ્યું હતું, મીડિયા સાથે વાત કરતા કહ્યું હતું કે બધુ જ બરાબર હવા છતા ક્યાંત ચૂક થઈ છે, આ ઘટનાથી બધા દુ:ખી છે આવી ઘટના બીજી વખત ના થવી જોઈએ તે અંગે બેઠકમાં ચર્ચા થઈ છે

આતંકી હુમલા મુદ્દે સર્વદળીય પક્ષોની બેઠક મળી હતી. રક્ષામંત્રી રાજનાથસિંહની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. જેમાં ઘટનાને લઈને ચૂક થઈ હોવાની કેન્દ્રીય મંત્રીએ કબૂલાત કરી. કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ કહ્યું કે, સમગ્ર ઘટના મામલે બેઠકમાં ચર્ચા થઈ. બેઠકમાં આતંકી હુમલાની ચર્ચા થઈ. રક્ષામંત્રીએ પહેલગામમાં બનેલી ઘટના અને CCS ની બેઠકમાં ભારત સરકાર દ્વારા લેવામાં આવેલી કાર્યવાહી વિશે જાણકારી આપી હતી. આ ઘટના ખૂબ જ દુઃખદ છે. દેશમાં દરેક વ્યક્તિ આનાથી ચિંતિત છે, આને ધ્યાનમાં રાખીને, ભારત સરકારે પણ આજે વધુ કડક પગલાં લેવાનો ઈરાદો વ્યક્ત કર્યો છે. અમારા ઓફિશયલ તરફથી, આઈબી તરફ, હોમ મિનિસ્ટરના ઓફિશિયલ તરફથી ઘટના ક્યાં બની અને ક્યાં ચૂક રહી તે વિશે બતાવાયું. ઘટના જ્યાં બની તે સ્થળ મુખ્ય રોડ પર ન હતું. તે મુખ્ય રોડથી બે કલાદ દૂર છે. બધુ સારું રહેતા પણ આ ઘટનામાં ચૂક રહી, તેનાથી બધા દુખી છે. આગળ ન થવું જોઈએ, તેના માટે શું વ્યવસ્થા થવી જોઈએ તેના પર આગળ ચર્ચા કરી છે.

જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલામાં 26 પ્રવાસીઓના મોત બાદ કેન્દ્ર સરકાર હવે એક્શન મોડમાં છે. દરમિયાન, સરકારે આજે દિલ્હીમાં સર્વપક્ષીય બેઠક બોલાવી હતી જેમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સહિત તમામ વિરોધ પક્ષોના નેતાઓએ ભાગ લીધો હતો. આ ઘાતકી આતંકવાદી હુમલાની બેઠકમાં સર્વાનુમતે નિંદા કરવામાં આવી હતી. વિપક્ષી દળોએ કહ્યું કે અમે સરકારના દરેક પગલાને સમર્થન આપીશું. સર્વપક્ષીય બેઠકમાં વિપક્ષી દળોએ આકરા સવાલો ઉઠાવ્યા અને કહ્યું, ‘ક્યાં હતી ગુપ્તચર એજન્સીઓ ?
સીઆરપીએફ અને સુરક્ષા દળો ક્યાં હતા ?
મોટા ભાગના રાજકીય પક્ષોએ ગુપ્ત માહિતીની ખામી અને ત્યાં યોગ્ય સુરક્ષા તૈનાતનો મુદ્દો ઉઠાવ્યો હતો.
રાહુલ ગાંધીએ એવો પણ સવાલ કર્યો હતો કે જે જગ્યાએ ઘટના બની ત્યાં સુરક્ષાકર્મીઓ કેમ ન હતા ? કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Exit mobile version