સુરતમાં કાપડના વેપારી સાથે 70.35 લાખની છેતરપિંડી
રૂપિયા ઠગ વેપારીઓએ ન આપી ઠગાઈ આચરી હતી
સુરતના કાપડ વેપારી સાથે લાખોની ઠગાઈ આચરવાના ગુનામાં નાસતા ફરતા આરોપીને સચીન જીઆઈડીસી પોલીસે ઝડપી પાડ્યો છે.
સુરતની સચીન પોલીસ મથકમાં 70 લાખ 35 હજારથી વધુની ઠગાઈની ફરિયાદ મીલન અમૃતલાલ શાહે નોંધાવી હતી. જેમાં આરોપી કાપડ દલાલ યોગેશ ચંદુલાલ કણીયાએ વિશ્વાસ અને ભરોસો અપાવી ઠગ વેપારીઓને મીલન શાહ પાસેથી 70 લાખ 35 હજારથી વધુનો કાપડનો માલ અપાવ્યો હતો જેના રૂપિયા ઠગ વેપારીઓએ ન આપી ઠગાઈ આચરી હતી. જે ફરિયાદના આધારે સચીન જીઆઈડીસી પોલીસે ઠગાઈ મામલે કાપડ દલાલ યોગેશ ચંદુલાલ કણીયાને જહાંગીરપુરા વિસ્તારમાંથી ઝડપી પડી સળીયા પાણી ધકેલી દીધો હતો.

