Site icon hindtv.in

સુરતના કોસાડ વિસ્તારમાં લિફ્ટમાં 7 લોકો ફસાઈ ગયા

સુરતના કોસાડ વિસ્તારમાં લિફ્ટમાં 7 લોકો ફસાઈ ગયા
Spread the love

સુરતના કોસાડ વિસ્તારમાં લિફ્ટમાં 7 લોકો ફસાઈ ગયા
ગૃહમ આઇકોન શોપિંગ કોમ્પલેક્ષની લિફ્ટમાં 7 લોકો ફસાયા
રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરી લોકોને સહીસલામત બહાર કાઢ્યા

સુરતના કોસાડ વિસ્તારમાં આવેલ ગૃહમ આઇકોન શોપિંગ કોમ્પલેક્ષની લિફ્ટમાં 7 લોકો ફસાઈ જતા કોસાડ ફાયર વિભાગે તાત્કાલિક રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરી તમામ લોકોને સહીસલામત બહાર કાઢ્યા હતા.

સુરતના કોસાડના ગૃહમ આઇકોન શોપિંગ કોમ્પલેક્ષમાં ઓફિસનું કામ પૂર્ણ કર્યા બાદ 7 લોકો લિફ્ટમાં સવાર થઈ નીચે જઈ રહ્યા હતા. આ દરમિયાન અચાનક લિફ્ટ બંધ થઈ જતા તમામ 7 લોકો અંદર ફસાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં કોસાડ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ફાયર જવાનોએ ભારે જહેમત બાદ કટર મશીનની મદદથી લિફ્ટનો દરવાજો કાપીને રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું. લિફ્ટમાં ફસાયેલા તમામનો આબાદ બચાવ થયો હતો.

Exit mobile version