Site icon hindtv.in

મોબાઇલ અને કમ્પ્યુટરથી આંખોને સુરક્ષિત રાખવાની 7 સરળ ટિપ્સ તમે નહીં જાણતા હોવ

મોબાઇલ અને કમ્પ્યુટરથી આંખોને સુરક્ષિત રાખવાની 7 સરળ ટિપ્સ તમે નહીં જાણતા હોવ
Spread the love

મોબાઇલ અને કમ્પ્યુટરથી આંખોને સુરક્ષિત રાખવાની 7 સરળ ટિપ્સ તમે નહીં જાણતા હોવ

આજના વ્યસ્ત અને ટેક્નોલોજીથી ભરેલા જીવનમાં ડ્રાય આઈ સિન્ડ્રોમ એક સામાન્ય આંખની તકલીફ બની ગઈ છે. આ સ્થિતિ ત્યારે થાય છે જ્યારે આંખો પૂરતા આંસુ બનાવતી નથી અથવા બનાવેલા આંસુ ઝડપથી સુકાઈ જાય છે. જેના કારણે આંખોમાં બળતરા,સોજો અને અસ્વસ્થતા અનુભવી શકાય છે. પહેલાં આ સમસ્યા ઉંમર વધવાથી થતી માનવામાં આવતી હતી, પરંતુ હવે મોબાઈલ, લેપટોપ અને અન્ય ડિજિટલ ઉપકરણોનો વધારે ઉપયોગ તથા બદલાતી જીવનશૈલીને કારણે આ તકલીફ યુવાનોમાં પણ ઝડપથી વધી રહી છે.
સૂકી આંખોની તકલીફના અનેક કારણો હોઈ શકે છે. સૌથી સામાન્ય કારણોમાં લાંબા સમય સુધી કમ્પ્યુટર, મોબાઇલ અથવા ટેબ્લેટ જેવી સ્ક્રીન સામે કામ કરવું છે. સ્ક્રીન જોતી વખતે આંખો ઝબકવાની ગતિ ઘટે છે, જેના કારણે આંસુ ઝડપથી સૂકાઈ જાય છે. તે સિવાય, એર કંડિશનરવાળા રૂમમાં વધુ સમય રહેવું, હવામાં ધૂળ કે પ્રદૂષણ વધારે હોવું, લાંબા સમય સુધી કોન્ટેક્ટ લેન્સ પહેરવા, અથવા કેટલીક દવાઓ લેવી પણ આ સમસ્યાને વધારી શકે છે. કેટલાક આરોગ્ય સંબંધિત કારણો પણ જવાબદાર હોઈ શકે છે, જેમ કે ડાયાબિટીસ, થાઇરોઇડની તકલીફો અથવા સ્વયંપ્રતિરક્ષા રોગો, જે આંખોના સ્વાસ્થ્યને અસર કરે છે.

સૂકી આંખોની સમસ્યામાં દર્દીઓને ઘણીવાર આંખોમાં ખંજવાળ, બળતરા, ઝાંખું દેખાવું અને તેજ પ્રકાશમાં અસ્વસ્થતા જેવી તકલીફો અનુભવાય છે. કેટલાક લોકોને આંખમાંથી પાણી આવવું, જેને તેઓ એલર્જી સમજી લે છે, પરંતુ હકીકતમાં તે સૂકી આંખનું એક મુખ્ય લક્ષણ હોઈ શકે છે.જો આ તકલીફને સમયસર ઓળખી સારવાર ન કરવામાં આવે, તો તે ગંભીર સ્તરે પહોંચી શકે છે. લાંબા સમય સુધી અવગણવાથી આંખની સપાટી પર કોર્નિયલ અલ્સર થઈ શકે છે અને ક્યારેક દ્રષ્ટિ પર પણ પ્રતિકૂળ અસર થઈ શકે છે.

સૂકી આંખોની સમસ્યાથી રાહત મેળવવા માટે જીવનશૈલીમાં થોડા નાના અને સરળ ફેરફારો કરવાથી ઘણો ફાયદો થઈ શકે છે. આ સ્થિતિમાં સુધારો લાવવા માટે નિયમિત રીતે કૃત્રિમ આંસુઓ અથવા આંખોને ભેજ આપતી લુબ્રિકેટિંગ આઈ ડ્રોપ્સનો ઉપયોગ કરવો સૌથી અસરકારક અને સરળ ઉપાય ગણાય છે.

સૂકી આંખોથી બચવા માટે 20-20-20 નિયમ ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે છે. આ નિયમ અનુસાર, દરેક 20 મિનિટે થોડો વિરામ લો, પછી લગભગ 20 ફૂટ દૂરની વસ્તુ પર નજર કરો અને 20 સેકન્ડ સુધી આરામ કરો. આ રીત આંખોને આરામ આપવાથી અને ઝબકવાની સ્વાભાવિક પ્રક્રિયા જાળવી રાખવામાં મદદ કરે છે, જેથી આંખો સૂકાઈ ન જાય

સૂકી આંખોથી બચવા માટે જરૂરી છે કે તમે આંખો પર સીધી હવા પડતી હોય તેવા સ્ત્રોતો, જેમ કે એસી અથવા પંખાની સામે લાંબા સમય સુધી ન બેસો. આવી સીધી હવા આંખોની ભેજ ઝડપથી સુકાવી દે છે. તેના બદલે, રૂમમાં પૂરતો ભેજ જાળવવા માટે હ્યુમિડિફાયરનો ઉપયોગ કરો અથવા કુદરતી રીતે ભેજ વધારવા માટે પાણી ભરેલી બાઉલ રાખી શકો, જેથી આંખો આરામદાયક રહે.

ઓમેગા-૩ ફેટી એસિડથી સમૃદ્ધ આહાર, જેમ કે અળસીના બીજ, અખરોટ અને માછલી, આંખોમાં કુદરતી ભેજ જાળવવામાં મદદ કરે છે. આવા ખોરાક આંસુઓની ગુણવત્તા સુધારીને સૂકી આંખોની સમસ્યા ઘટાડવામાં સહાય કરે છે.

કોન્ટેક્ટ લેન્સ લાંબા સમય સુધી પહેરવાનું ટાળો અને નિયમિત રીતે આંખોને આરામ આપો, જેથી આંખોમાં સૂકાપણું અને અસ્વસ્થતા ઘટાડવામાં મદદ મળે

Exit mobile version