ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનો 69 માં મહાપરિ નિર્વાણ દિન
બાબા સાહેબની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરાઈ
બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીના 69 માં મહાપરિ નિર્વાણ દિન નિમિત્તે તેમની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરાઈ હતી.
ભારત રત્ન અને બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીના 69 મહાપરિનિર્વાણ દિવસ નિમિતે પુષ્પાંજલિ કાર્યક્રમ અને સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સુરત શહેરના મેયર દક્ષેશ માવાણી, આત્મારામભાઈ પરમાર, કાળુભાઈ અને ભારતીય જનતા પાર્ટીના સભ્યો હાજર રહ્યા હતાં. તો મુખ્ય વક્તા તરીકે પૂર્વ મંત્રી આત્મારામભાઈ પરમાર અને પ્રદેશ ઉપાધ્યક્ષ મહેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતાં.

