મઢી વિભાગ ખાંડ ઉ. સહકારી મંડળી ની 60 વાર્ષિક સભા મળી…
પ્રમુખ સમીર ભક્ત ના સુચારુ વહીવટે વડે આ વર્ષે સભા શાંતિપૂર્ણ સંપન્ન…
સભાસદો એ એજન્ડા ના તમામ કામો ને સર્વાનુમતે મંજુર કર્યાં…
સંસ્થા માં શેરડી નું વધુ ઉત્પાદન કરતા ખેડૂતો નું પણ સન્માન કરાયું…
મઢી વિભાગ ખાંડ ઉ. સહકારી મંડળી ની 60 વાર્ષિક સભા મળી…
પ્રમુખ સમીર ભક્ત ના સુચારુ વહીવટે વડે આ વર્ષે સભા શાંતિપૂર્ણ સંપન્ન…
સભાસદો એ એજન્ડા ના તમામ કામો ને સર્વાનુમતે મંજુર કર્યાં…
સંસ્થા માં શેરડી નું વધુ ઉત્પાદન કરતા ખેડૂતો નું પણ સન્માન કરાયું…
બારડોલી તાલુકા ની મઢી વિભાગ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળીની 60 મી વાર્ષિક સાધારણ સભા યોજવામાં આવી હતી. જેમાં એજન્ડાના તમામ કામોને સર્વાનુમતે માટે મંજૂર કરવામાં આવ્યા હતા.
સુરત જિલ્લાના બારડોલી તાલુકાના મઢી ખાતે આવેલ મઢી વિભાગ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી ની 60 મી વાર્ષિક સાધારણ સભા મળી હતી. જેમાં સંસ્થાના પ્રમુખ સમીરભાઈ ભક્ત દ્વારા એજન્ડાના કામોની શરૂઆત કરવામાં આવી હતી . ગત વર્ષની વાર્ષિક સાધારણ સભાના અહેવાલ હિસાબને વાંચનમાં લીધા હતા. સભા ની શરૂઆત થાય એ પહેલાં વિસ્તાર ના સહકારી અગ્રણીઓ , રાજ્ય અને દેશ માં અવસાન પામેલ મૃતકો ની સદગતી માટે મૌન પાડવામાં આવ્યું હતું. અને બાદ માં એજન્ડા કામો ની વિધિવત શરૂઆત કરવામાં આવી હતી. મઢી સુગર માં પ્રમુખ સમીર ભક્ત અને બોર્ડ સભ્યો ના સુચારુ વહીવટ ને લઈ સભા શાંતિ પૂર્ણ માહોલ માં ચાલી હતી. સભાસદો એ સંસ્થા ના વહીવટ ની સરાહના કરી એજન્ડા ના તમામ કામો સર્વાનુમતે મંજુર કરવામાં આવ્યાં હતાં.મઢી સુગર ની વાત કરીએ તો સફેદ દાણાદાર ખાંડ ઉત્પાદન કરતી સહકારી સંસ્થા છે. ખાસ કરી ને સંસ્થા શરૂઆત કાળ થી 60 વર્ષ વીતી ગયા છે. આ વર્ષે પણ સભા માં આવનાર દિવસો માં ખાંડ ઉદ્યોગ ના અનેક પડકારો સાથે ટેકનોલોજી સાથે સંસ્થા ને આગળ ધપાવવા સમીર ભક્ત દ્વારા આહવાન કરાયું હતું. વાર્ષિક સાધારણ સભાની સાથે સંસ્થામાં શેરડીનું વધુ ઉત્પાદન મેળવનારા ખેડૂતોનું સન્માન કરી સ્મૃતિ ભેટ , ચેક આપી સન્માનિત કરાયાં હતા…

