Site icon hindtv.in

ભાવનગરમાં સર ટી હોસ્પિટલ રેગિંગ કેસમાં 6 વિદ્યાર્થી સરપેન્ડ

ભાવનગરમાં સર ટી હોસ્પિટલ રેગિંગ કેસમાં 6 વિદ્યાર્થી સરપેન્ડ
Spread the love

ભાવનગરમાં સર ટી હોસ્પિટલ રેગિંગ કેસમાં 6 વિદ્યાર્થી સરપેન્ડ
સાંજે 6 વાગ્યા સુધીમાં હોસ્ટેલ ખાલી કરવાની રહેશે.

ભાવનગરમાં જુનિયર પાસેથી સિનિયર્સ પૈસા પડાવતા અને મુર્ગા બનાવતાદોષિત વિદ્યાર્થીઓને આજે સાંજે 6 વાગ્યા સુધીમાં હોસ્ટેલ ખાલી કરવાની રહેશે.

ભાવનગરની સર ટી હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગમાં મેડિકલ વિદ્યાર્થીઓ સાથે થયેલા રેગિંગના મામલે એન્ટી રેગિંગ કમિટીએ આશરે સાડા આઠ કલાક સુધી ચાલેલી બેઠકમાં પીડિત વિદ્યાર્થીઓ અને રેગિંગ કરનાર વિદ્યાર્થીઓ સહિત ફેકલ્ટી તથા સ્ટાફના નિવેદનો લીધા હતા. તપાસ પૂર્ણ થયા બાદ 6 વિદ્યાર્થીઓને રેગિંગના ગુનામાં દોષિત જાહેર કરી 6 મહિનાથી 2 વર્ષ સુધી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સાથે જ તમામ દોષિત વિદ્યાર્થીઓને હોસ્ટેલ ખાલી કરવા અને શૈક્ષણિક તેમજ હોસ્પિટલની તમામ પ્રવૃત્તિઓથી દૂર રહેવાના આદેશ આપવામાં આવ્યા છે. ઉપરાંત તમામ સામે પોલીસ ફરિયાદ નોંધવાની કાર્યવાહી અંગે તજવીજ હાથ ધરી છે.

આ બનાવ અંગે મેડિકલ કોલેજના ડીન ચિન્મય શાહે જણાવ્યું હતું કે, કોલેજના વિદ્યાર્થીઓનો નિર્ણય લેવાનો હોય તો કોલેજના એક મોભી તરીકે હંમેશા દુઃખદાયક હોય છે. ગઇકાલે(18 જૂન) 5 વાગ્યે સાંજે મીટિંગની શરૂઆત કરી હતી અને વહેલી સવારે બે વાગ્યા સુધી મેરેથોન બેઠક ચાલી હતી. બંને પક્ષને રજૂઆત કરવાનો ત્રણ વાર સમય આપ્યો હતો, જેથી કોઈ નિર્દોષ ન છૂટી જાય. નિવેદનો અને દસ્તાવેજી પુરાવાને જોઈ કમિટી એ નિર્ણય પર આવી છે કે જે વિદ્યાર્થીઓ પર દોષારોપણ કરવામાં આવ્યા છે તે દરેકને આજે સાંજે 6 વાગ્યા સુધીમાં હોસ્ટેલ ખાલી કરવાની રહેશે…

Exit mobile version