Site icon hindtv.in

માંડવી તાલુકા પંચાયતની 18 બેઠકો માટે 56 ફોર્મ

માંડવી તાલુકા પંચાયતની 18 બેઠકો માટે 56 ફોર્મ
Spread the love

માંડવી તાલુકા પંચાયતની 18 બેઠકો માટે 56 ફોર્મ
જિલ્લા પંચાયતની 3 બેઠકો માટે 9 ફોર્મ યથાવત
કોઈપણ ઉમેદવારે પોતાની ઉમેદવારી પાછી ખેંચી નથી.

માંડવી તાલુકા પંચાયતની ફોર્મ ખેંચવાની અંતિમ તારીખે 18 બેઠકો માટે 56 ફોર્મ તેમજ જિલ્લા પંચાયતની 3 બેઠકો માટે 9 ફોર્મ યથાવત રહ્યા. કોઈપણ ઉમેદવારે પોતાની ઉમેદવારી પાછી ખેંચી નથી.

માંડવી તાલુકા પંચાયતની 26 એપ્રિલના રોજ યોજાનાર ચૂંટણી અંગે ફોર્મ ખેંચવાની અંતિમ 15 એપ્રિલના રોજ તાલુકા પંચાયતની 18 બેઠકો માટે 56 ઉમેદવારો ચૂંટણી જંગમાં રહ્યા છે તેમજ જિલ્લા પંચાયતની 3 બેઠકો માટે 9 ઉમેદવારો ચૂંટણી જંગમાં રહેશે ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખે કોઈપણ ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પાછી ખેંચી નથી જેના કારણે રાજકીય માહોલ ભારે ગરમાયો આવ્યો છે .અને તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસ અને આપ વચ્ચે ત્રિપાંખિયો જંગ ખેલાશે. યોજાનાર ચૂંટણીમાં જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ચૂંટણી અધિકારી તરીકે પ્રાંત અધિકારી કૌશિકભાઇ જાદવ તેમજ તાલુકા પંચાયતની યોજાનાર ચૂંટણીમાં મામલતદાર જયપ્રકાશભાઈ મિસ્ત્રી ચૂંટણી અધિકારી તરીકેની કામગીરી બજાવી રહ્યા છે.

Exit mobile version