Site icon hindtv.in

ભાવનગરમાં ચોરીના વાહનો સાથે 5 શખ્સ ઝડપાયા

ભાવનગરમાં ચોરીના વાહનો સાથે 5 શખ્સ ઝડપાયા
Spread the love

ભાવનગરમાં ચોરીના વાહનો સાથે 5 શખ્સ ઝડપાયા
વાહનો વેચવાની પેરવી કરતા D ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યા

ભાવનગર શહેરના ડી ડિવિઝન પોલીસે ચોરી કરેલા વાહનોને વેચવાની પેરવી કરી રહેલ પાંચ શખ્સોને ચોરીના વાહનો સાથે ઝડપી લઇ તપાસ હાથ ધરી હતી.

સમગ્ર બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસાર ગતરોજ શહેરના ડી ડિવિઝન પોલીસ મથકના માણસો પેટ્રોલિંગ માં હોય એ દરમ્યાન ચિત્રા મસ્તરામ સોસાયટીમાં ભાવેશ્વર મહાદેવ મંદિર સામેથી પિયુષ ઉર્ફે પીલો અશોક ગોહેલ ઉંમર વર્ષ ૨૧,કેવલ મુકેશ મકવાણા ઉંમર વર્ષ ૨૦, કલ્પેશ ઉર્ફે કાળુ વિનુ બારૈયા ઉંમર વર્ષ ૨૨, મહેશ ઉર્ફે મયુર રાજુ ભાટવાસીયા ઉંમર વર્ષ ૨૫, અને મનિષ વિજય સરવૈયા ઉંમર વર્ષ ૨૧ ને ઝડપી લઇ તમામ ની પુછપરછ હાથ ધરતાં આ શખ્સો નંબરપ્લેટ વિનાની બાઈકોનો સોદો કરવા એક્ઠા થયા હોવાનું ખુલવા પામ્યું હતું અને આ બાઈકો ચોરી કે છળકપટથી મેળવી હોવાનું બહાર આવતા પોલીસે બાઈકો સાથે તમામને ઝડપી લઇ વધુ તપાસ હાથ ધરી હતી..

Exit mobile version