Site icon hindtv.in

લિંબાયત ડબલ મર્ડર કેસમાં 5 આરોપી ઝડપાયા

લિંબાયત ડબલ મર્ડર કેસમાં 5 આરોપી ઝડપાયા
Spread the love

લિંબાયત ડબલ મર્ડર કેસમાં 5 આરોપી ઝડપાયા
સગીરાની છેડતી મુદ્દે ડબલ મર્ડર કેસના આરોપીઓ પકડાયા
ડબલ મર્ડર કેસમાં પોલીસ દ્વારા ઘટના રિકન્સ્ટ્રક્શન કરાવ્યું

લિંબાયત પોલીસે સગીરાની છેડતીને લઈ અપાયેલા ઠપકા મામલે પરિવાર પર જીવલેણ હુમલો કરી ડબલ મર્ડરની ઘટનાને અંજામ આપનાર પાંચ હત્યારા આરોપીઓને ઝડપી પાડ્યા બાદ તેઓને ઘટના સ્થળે લઈ જઈ ઘટનાનુ રિ કન્સ્ટ્રક્શન કરાવ્યુ હતું.

સુરતમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો ઉભા થઈ રહ્યા છે. ત્યારે ગત સપ્તાહમાં લિંબાયત વિસ્તારમાં સગીરાને છેડતી કરનાર અસામાજિક તત્વને સગીરાની માતાએ ઠપકો આપ્યો હોય જે મામલે સગિરાના પરિવાર પર અસામાજિક તત્વોએ હુમલો કર્યો હતો. આ હુમલામાં પહેલા એકની હત્યા કરાઈ હોય જ્યારે અન્યો પર જીવલેણ હુમલો કરાયો હતો આ ઘટનામાં સારવાર હેઠળ રહેલા ઈજાગ્રસ્તનુ પણ હોસ્પિટલના બિછાને મોત નિપજ્યુ હોય જેને લઈ લિંબાયત પોલીસે ત્વરિત તપાસ હાથ ધરી છેડતી અને હત્યાની ઘટનાને અંજામ આપનાર પાંચ આરોપીઓને ઝડપી પાડ્યા હતાં. અને તેઓને કાયદાનુ ભાન કરાવ્યા બાદ ઘટના સ્થળે લઈ જઈ ઘટનાનુ રિ કન્સ્ટ્રક્શન કરાવ્યુ હતું. ત્યારે લિંબાયત પોલીસ જિંદાબાદના નારા લોકોએ લગાવ્યા હતાં.

Exit mobile version