માણાવદર નગરપાલિકાનું 5.22 કરોડનું ટેન્ડર રદ
હાઇકોર્ટે પ્રાદેશિક કમિશનરના નિર્ણયને માન્ય રાખ્યો,
નગરપાલિકાએ સત્તાનો દુરુપયોગ કર્યો
વિકાસને બદલે ભ્રષ્ટાચાર થતો હોવાના લાગ્યા આક્ષેપ.
માણાવદર નગરપાલિકા દ્વારા જાહેર કરાયેલા રૂ. 5.22 કરોડના રોડ બાંધકામના ટેન્ડર મામલે ગુજરાત હાઇકોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. હાઇકોર્ટે દેસાઈ બાંધકામ કંપનીની અરજી ફગાવી દીધી છે છતાં કોઈ પગલાં ભર્યા નથી
માણાવદર નગરપાલિકાએ 4 સપ્ટેમ્બર, 2024ના રોજ ટેન્ડર બહાર પાડ્યા હતા. 25 સપ્ટેમ્બરે દેસાઈ બાંધકામને વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હતો. આ મામલે પ્રફુલ જલુએ પ્રાદેશિક કમિશનર કચેરી ભાવનગર ખાતે ફરિયાદ કરી હતી. પ્રાદેશિક કમિશનરે 27 સપ્ટેમ્બરે નગરપાલિકાને કામ શરૂ ન કરવા અને ટેન્ડર રદ કરવાનો આદેશ આપ્યો હતો. એજન્સી હાઇકોર્ટમાં પહોંચી હતી પરંતુ હાઇકોર્ટે પ્રાદેશિક કમિશનરના નિર્ણયને માન્ય રાખ્યો છે. પ્રાદેશિક કમિશનરે કોર્ટમાં જણાવ્યું કે, A વર્ગની નગરપાલિકા તરીકે માણાવદરને માત્ર રૂ. 30 લાખ સુધીના કામની મંજૂરી છે. 5.22 કરોડના ટેન્ડર માટે રાજ્ય સરકારની મંજૂરી જરૂરી હતી. નગરપાલિકાએ આ મંજૂરી લીધા વિના ટેન્ડર જાહેર કર્યા હતા. છતાં શાસકો દ્રારા હજુ સુધી કોઈ કાર્યવાહી નહિ કરાતા વિકાસને બદલે ભ્રષ્ટાચાર થતો હોવાના આક્ષેપ લાગ્યા છે
હાઇકોર્ટનો અવલોકન અને મહત્વપૂર્ણ હુકમ જેમાં ન્યાયાધીશ એ.એસ. સુપેહિયા અને આર.ટી. વાછાણીની બેન્ચે જણાવ્યું કે, “માણાવદર નગરપાલિકાએ તેની સત્તા બહાર જઈને ટેન્ડર જાહેર કર્યા છે. ટેન્ડરની સંપૂર્ણ પ્રક્રિયા, મંજૂરી વિના, ગેરકાયદેસર છે. ત્યારે કોર્ટે સ્પષ્ટ કહ્યું કે, નગરપાલિકાએ પોતાનો અધિકાર સાબિત કરવાનો કોઈ પુરાવો રજૂ કર્યો નથી, અને પ્રાદેશિક કમિશનરના ટેન્ડર રદ કરવાનો આદેશ પૂર્ણ રીતે યોગ્ય છે. ગુજરાતનું માન્ચેસ્ટર ગણાતું માણાવદર વર્ષોથી વિકાસથી વંચિત છે, ત્યારે માણાવદર નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા કરોડો રૂપિયાના ટેન્ડર પોતાના અંગત લાભ માટે એક જ એજન્સીને આપી દેવાના આક્ષેપો ફરિયાદી દ્વારા કરવામાં આવ્યા છે. જેને લઇ પ્રફુલ જલુ નામના ફરિયાદી માણાવદર મહાનગરપાલિકા અને ભાવનગર પ્રાદેશિક કમિશનર કચેરી ખાતે પોતાની રજૂઆત કરી હતી….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

