તાપીમાં આવાસના હપ્તા મુદ્દે 4 ગામોનો હુંકાર
છેલ્લા 10 મહિનાથી નાણાં ન મળતા આરપારની લડાઈના મંડાણ
જો હપ્તા નહીં મળે તો આગામી ચૂંટણીનો સંપૂર્ણ બહિષ્કાર
તાપી જિલ્લાના નિઝર તાલુકામાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના હપ્તા રોકાઈ જતાં લાભાર્થીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. છેલ્લા 10 મહિનાથી નાણાં ન મળતા હવે ગ્રામજનોએ આરપારની લડાઈના મંડાણ કર્યા છે.
તાપી જિલ્લાના નિઝર તાલુકામાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના બાકી હપ્તા છેલ્લા 10 મહિનાથી જમા થયા નથી. રોષે ભરાયેલા પિપલોદ, હીગણી, સુલવાડા અને વ્યાવલના ગ્રામજનોએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે, જો હપ્તા નહીં મળે તો આગામી ચૂંટણીનો સંપૂર્ણ બહિષ્કાર કરવામાં આવશે. આજે ચારેય ગામના લાભાર્થીઓ મોટી સંખ્યામાં એકઠા થઈને નિઝર પ્રાંત અધિકારીની કચેરીએ પહોંચ્યા હતા. ત્યાં તેમણે લેખિત આવેદન પત્ર પાઠવીને માંગ કરી છે કે લાભાર્થીઓના બાકી હપ્તા એક અઠવાડિયાની અંદર સીધા તેમના ખાતામાં જમા કરવામાં આવે. જો સમયમર્યાદામાં ઉકેલ નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે. ઘણા લાભાર્થીઓએ પોતાના જૂના કાચા મકાનો તોડી નાખ્યા છે અને હપ્તા ન મળવાને કારણે નવા મકાનોનું કામ અધવચ્ચે અટકી પડ્યું છે. ચોમાસા અને કડકડતી ઠંડી બાદ હવે ગ્રામજનોની ધીરજ ખૂટી રહી છે….

