મેઘરજમાં 2 કલાકમાં 4 ઈંચ વરસાદ
કેથોલિક ચર્ચ નજીક ઢીંચણ સમા પાણી ભરાતા વાહનવ્યવહાર ખોરવાયો
અરવલ્લી જિલ્લાના મેઘરજમાં સાંજે 6 વાગ્યા પછી ધોધમાર વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગે ઉત્તર ગુજરાતમાં આપેલા ભારે વરસાદના એલર્ટ મુજબ, મેઘરજ નગરમાં માત્ર બે કલાકમાં 4 ઈંચ વરસાદ ખાબક્યો છે.
વરસાદને કારણે નગરના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. પંચાલ રોડ પર કેથોલિક ચર્ચ નજીક ઢીંચણ સમા પાણી ભરાતા વાહનવ્યવહાર ખોરવાયો છે. નવજીવન સોસાયટી, આંબાવાડી, ગાયત્રી સોસાયટી અને મદની સોસાયટીમાં પણ પાણી ફરી વળ્યા છે. મેઘરજની આસપાસના વિસ્તારોમાં પણ વરસાદી બેટિંગ જોવા મળી છે. તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદ નોંધાયો છે. સ્થાનિક તંત્ર દ્વારા પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે

