ભાવનગર વડવા તલાવડીમાં સરાજાહેર જુગાર રમતા ૪ બાજીગર ઝડપાયા
જુગારનું સાહિત્ય તથા રોકડા રૂપિયા ૧૦,૧૧૦ કબ્જે કર્યાં
ભાવનગર શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશનના જવાનોએ વિવિધ વિસ્તારોમાં પેટ્રોલિંગ દરમ્યાન મળેલી ચોક્કસ માહિતી આધારે વડવા તલાવડી વિસ્તારમાં સરેઆમ પત્તા ટીચતા ચાર ખેલંદાઓને રંગેહાથ ઝડપી લઈ ચારેય શખ્સો વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કર્યો હતો.
ભાવનગરમાં જુગારની બાજી અંગે પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી મુજબ શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશનના જવાનો પોલીસ મથક હેઠળના વિસ્તારોમાં પેટ્રોલિંગમાં હોય એ દરમ્યાન ચોક્કસ માહિતી આધારે વડવા તલાવડી વિસ્તારમાં ગીધાની વાડી પાસે ખુલ્લી જગ્યામાં રેડ કરી પૈસા પાના વડે તિનપત્તીનો હાર-જીતનો જુગાર રમતા ચાર શખ્સોને રંગેહાથ ઝડપી લીધા હતા જેમાં ભરત જાનીભાઈ સોલંકી ઉંમર વર્ષ ૪૫ રહે.ચાવડીગેટ, સોહિલ યુસુફ સીદ્દી , રમેશ કાળુ ચુડાસમા, વિપુલ લક્ષ્મણ ટીહલાને સ્થળ પરથી જુગારનું સાહિત્ય તથા જુગારના પટમાં પડેલ રોકડા રૂપિયા ૧૦,૧૧૦/-સાથે ઝડપી લઇ ચારેય વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જુગારધારા એક્ટ 12 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી

