Site icon hindtv.in

અલકા ટોકીઝ પાસે જાહેરમાં જુગાર રમતા 4 ઝડપાયા

અલકા ટોકીઝ પાસે જાહેરમાં જુગાર રમતા 4 ઝડપાયા
Spread the love

અલકા ટોકીઝ પાસે જાહેરમાં જુગાર રમતા 4 ઝડપાયા
એ ડિવિઝન પોલીસે ચાર પત્તાપ્રેમીઓને ઝડપી પાડ્યા
જુગારનું સાહિત્ય અને રોકડા રૂ.16,950 કબજે

ભાવનગર શહેરના એ-ડિવિઝન પોલીસ સ્ટેશનના માણસોએ પોલીસ સ્ટેશન હેઠળ ના અલગ અલગ વિસ્તારોમાં પેટ્રોલિંગ દરમ્યાન ચોક્કસ માહિતી આધારે અલકા ટોકીઝ પાસે આવેલ એક હોટલ પાછળથી જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સોને ઝડપી લઇ તમામ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો.

એ-ડિવીઝન પોલીસ સ્ટેશનના ડી સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હોય એ દરમિયાન ચોક્કસ માહિતી આધારે અલકા ટૉકીજ સામે આવેલ મોસમ હોટલ પાછળ શેરીમાં રેડ કરી ચાર શખ્સો ગોળ કુંડાળું વળીને પૈસા પાના વડે તીન પત્તીનો જુગાર રમતા રંગેહાથ ઝડપી લીધા હતા જેમાં વિજય મુળજી દેગામા ઉંમર વર્ષ 41 રહે અલ્કા ટોકીઝ પાસે, ભરત બુટા જોગરાણા-ભરવાડ ઉંમર વર્ષ 30 રહે કુંભારવાડા, રજાક દીના સંધિ ઉંમર વર્ષ 49 રહે મોતીતળાવ, અને દિલાવર હુસૈન પઠાણ ઉંમર 60 રહે મોતીતળાવ વાળાને જુગારના સાહિત્ય સાથે ઝડપી લઇ જુગારના પટમાં પડેલ રોકડા રૂપિયા 16,950/- કબ્જે કરી ચારેય વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જુગાર ધારા એક્ટ 12 મુજબ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી

Exit mobile version