Site icon hindtv.in

સુરત : કાપડ વેપારી સાથે 4.30 લાખની છેતરપિંડી

સુરત : કાપડ વેપારી સાથે 4.30 લાખની છેતરપિંડી
Spread the love

સુરત : કાપડ વેપારી સાથે 4.30 લાખની છેતરપિંડી
ડેનિમ જીન્સના વેપારીને ઠગનાર દિલ્હીથી ઝડપાયો
આરોપ પેમેન્ટ કર્યા વિના દુકાન-મોબાઈલ ફોન બંધ કરી દીધા હતા

કાપડનો માલ મેળવી લઈ દિલ્હીની દુકાન અને મોબાઈલ બંધ કરી ઉઠમણુ કરનાર ઠગને સુરત ક્રાઈમ બ્રાન્ચની આર્થિક ગુન્હા નવારણ શાખાની ટીમે ઝડપી પાડ્યો છે.

સુરતના કાપડ વેપારી ને વિશ્વાસમાં લઈ તેઓ પાસેથી 4 લાખ 30 હજાર થી વધુનો ડેનીમ જીન્સનો કાપડનો માલ ઉધારીમાં લઈ જઈ દિલ્હીના ઠગે રૂપિયા આપ્યા ન હોવાની ફરિયાદ સુરત ક્રાઈમ બ્રાન્ચમાં નોંધાઈ હોય જેના આધારે ક્રાઈમ બ્રાન્ચની આર્થિક ગુન્હા નિવારણ શાખાની ટીમે તપાસ હાથ ધરી હતી અને દિલ્હી ખાતે જઈ ત્યાંથી ઠગ કાપડ વેપારી કે જેણે દિલ્હીમાં દુકાન બંધ કરી મોબાઈલ પણ બંધ કરી દીધો હોય તે શાહીદઅલી જાફર અલીને ઝડપી પાડી તેને સુરત લાવી તેની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Exit mobile version