સુરત કાપોદ્રાની ડી.કે.સન્સ ડાયમંડ કંપનીમાં 32 કરોડના હીરાની ચોરી
પોલીસ તપાસમાં ફરિયાદી જ આરોપી નીકળ્યો
ઉલટ તપાસ કંપનીના માલીક દેવેન્દ્ર કુમાર ચૌધરી પોપટ બની ગયો
સુરત કાપોદ્રામાં આવેલ ડી.કે.સન્સ ડાયમંડ કંપનીમાં 32 કરોડથી વધુની હિરાની ચોરી મામલે બીજો નહી પરંતુ ફરીયાદ જ આરોપી નીકળ્યુ હોવાનુ પોલીસ તપાસમાં સામે આવ્યુ છે.
સુરતના કાપોદ્રા પોલીસ સ્ટેશનની હદમાં આવેલ ડી.કે.સન્સ નામની ડાયમંડ કંપનીમા 32 કરોડ થીવધારેની ચોરી થઈ હતી જેના કારણે સુરત પોલીસ દોડતી થવા પામી હતી. અને વિવિધ બ્રાન્ચો ચોરનેપકડવામાટે કામે લાગી હતી. ત્યારે પ્રથમ નજરેજ પોલીસને આ ચોરી કોઈ તરકટ હોય તેમ લાગતુ હતુ કારણકે ડાયમંડ કંપનીમાં ઘુસવા માટે કોઈ પણ તાળા તોડયા નહોતા. અને ઈન્સયોરન્સ પણ દસ દિવસ પહેલાજ કંપનીના માલીકે રીન્યુ કરાવ્યો હતો આ બે બાબતે શંકા ઉપજતા પોલીસે ઉલટ તપાસ કરતા કંપનીના માલીક દેવેન્દ્ર કુમાર ચૌધરી પોપટ બની ગયો હતો. અને પોતાને કરોડો રૂપીયાનુ દેવુ થઈ જતા પોતેજ ચોરી કરીયાનુ નાટક કરી કરોડો રૂપીયાની ચોરીની ફરીયાદ પોલીસમાં નોંધાવી હતી. અને ઈન્સયોરન્સ પકાવવા માટે ચોરી નુ તરકટ રચ્યુ હતુ. આ ચોરીમા દેવેન્દ્ર સાથે તેના બે પુત્રો અને ડ્રાઈવર પણ સામેલ હોય પોલીસે તેની સામે ફરીયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

