Site icon hindtv.in

સુરતમાં સેંટ માર્કસ હાયર સેકન્ડરી સ્કૂલમાં ૩૦માં સ્થાપના દિનની ઉજવણી

સુરતમાં સેંટ માર્કસ હાયર સેકન્ડરી સ્કૂલમાં ૩૦માં સ્થાપના દિનની ઉજવણી
Spread the love

સુરતમાં સેંટ માર્કસ હાયર સેકન્ડરી સ્કૂલમાં ૩૦માં સ્થાપના દિનની ઉજવણી
સ્થાપના દિનની તથા વાર્ષિક ઇનામ વિતરણની ભવ્ય ઉજવણી

આજ રોજ સેટ માર્કસ હાયર સેકન્ડરી સ્કૂલમાં ૩૦મો સ્થાપના દિનની હર્ષભેર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શાળાના શિક્ષકો દ્રારા ફાઉન્ડર અને ટ્રસ્ટી શ્રી બી.વી.એસ. રાવ અને શ્રીમતી સુશીલા રાવ તથા આચાર્યના તથા પ્રાયમરી ઇન્ચાર્જ વિકાસ ભંડા સૌનું પુષ્પગુચ્છ તેમજ શાલ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. હાજર મહાનુભવોએ દિપ પ્રાગટય કરી કાર્યક્રમનો શુભારંભ કર્યો હતો.

આજ રોજ સેટ માર્કસ હાયર સેકન્ડરી સ્કૂલમાં ૩૦મો સ્થાપના દિનની હર્ષભેર ઉજવણી કરાય હતી. તેમજ શાળાના ટ્રસ્ટીશ્રી તથા આચાર્યશ્રી તથા હાજર મહાનુભવો દ્વારા ૨૦૨૪-૨૫ ના વાર્ષિક પરિણામમાં પ્રથમ, દ્વિતીય તથા તૃતીય ક્રમાંક પ્રાપ્ત કરનાર દરેક વિધાર્થીઓનું શિલ્ડ તથા સર્ટીધિકેટ આપીને સન્માન કરવામાં આવ્યું. આ ઉપરાંત શાળાના આચાર્યશ્રી તેમજ એકેડેમીક એડમીનીસ્ટ્રેટરશ્રી ડેવિડ સર દ્વારા વિતેલા ૩૦ વર્ષની પ્રગતિનો ચિતાર આપ્યો. આ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ શિક્ષકગણ તથા ઉપસ્થિત મહેમાનોની હાજરીમાં શાળાના ૧૫ વર્ષથી વધુ સેવા આપનાર એવા શિક્ષકશ્રીઓ અને કર્મચારીઓનું શિલ્ડ અને શાલ અર્પણ કરી, પુષ્પગુચ્છ આપીને તેમનું બહુમાન કરવામાં આવ્યું. ઉપરાંત ટ્રસ્ટીશ્રીએ શાળાની મહત્વની કડી ગણાતા તેવા સેવક ભાઈઓ તથા બહેનોનું પણ બહુમાન કર્યું.

શ્રી બી.વી.એસ રાવ સર તેમજ સુશીલા મેડમ તથા શાળાના આચાર્યાશ્રી આવનાર વર્ષોમાં શાળા ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવા આર્શીવચનો આપવામાં આવ્યા. તેમજ શાળામાં સેવા આપનાર શિક્ષકો દ્રારા શાળા ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી શુભકામના પાઠવી .

Exit mobile version