મહિધરપુરામાં જ્વેલર્સમાં દાગીના ચોરનાર 3 બુરખાધારી મહિલાઓ ઝડપાઈ
ગ્રાહક બની સોનાના લાખોના દાગીના ચોરી કરી ફરાર થઈ હતી
સુરતના મહિધરપુરા પોલીસ મથકની હદમાં આવેલા જ્વેલર્સમાં ગ્રાહકના સ્વાંગમાં જઈ સોનાના લાખોના દાગીનાની ચોરી કરી ભાગી છુટેલી બુરખાધારી ત્રણ મહિલાઓને મહિધરપુરા પોલીસે ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધી હતી.
સુરતમાં રોજેરોજ ચોરી સહિતની ઘટનાઓ વધી રહી છે ત્યારે ગત 24 ઓગષ્ટના રોજ ભાગળ ખાતે આવેલા જ્વેલર્સમાં ગ્રાહકના સ્વાંગમાં આવી લાખોના દાગીના ચોરી થઈ હોવાની ઘટના બનતા મહિધરપુરા પોલીસે તપાસ હાથ ધરી હતી અને સીસીટીવી તથા ટેકનીકલ એનાલીસીસ અને હ્યુમન સોર્સીસની મદદથી મહિધરપુરા પોલીસ મથકની હદમાં ભાગળ નવાપુરા ટાવર રોડ પર આવેલ એકે જ્વેલર્સમાંથી ગ્રાહકના સ્વાંગમાં આવી 6 લાખના દાગીનાની ચોરી કરી ભાગી છુટેલી ત્રણ બુરખાધારી મહિલાઓ આફરીન અંસારી, યાસ્મીન ખાન અને નાઝીયા શેખને ઝડપી પાડી તેઓ ત્રણેય વિરૂદ્ધ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

