Site icon hindtv.in

યોગીચોકમાં પૂરપાટ કારનો કહેર, 3 લોકોને અડફેટે લીધા

યોગીચોકમાં પૂરપાટ કારનો કહેર, 3 લોકોને અડફેટે લીધા
Spread the love

યોગીચોકમાં પૂરપાટ કારનો કહેર, 3 લોકોને અડફેટે લીધા
કાર અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ

સુરતમાં રફ્તારનો કહેર યથાવત હોય તેમ યોગીચોક વિસ્તારમાં ફરી એક વખત પૂરપાટ ઝડપે દોડતી કારે અકસ્માત સર્જ્યો હતો. કાર ચાલકે ત્રણ લોકોને અડફેટે લેતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જે સમગ્ર ઘટનાના સીસીટીવીમાં કેદ થઈ હતી.

સુરત શહેરમાં બેફામ રીતે કાર ચલાવનારાઓ પર લગામ ક્યારે આવશે, તેવો સવાલ ફરી ઉઠ્યો છે. સુરતના યોગીચોક જેવા ભીડભાડવાળા વિસ્તારમાં એક કારચાલકે પૂરપાટ ઝડપે કાર હંકારી ત્રણ લોકોને અડફેટે લીધા હોવાની ઘટના સામે આવી છે. અકસ્મિક રીતે બનેલી આ ઘટનાથી રસ્તા પર અફરાતફરી મચી ગઈ હતી. ભીડભાડવાળા વિસ્તારમાં વાહન ચાલકની બેદરકારી અને ઓવર સ્પીડના કારણે લોકોની સુરક્ષા સામે ફરી સવાલો ઉભા થયા છે. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં કારની રફ્તાર અને અકસ્માતની ઘટના કેદ થયેલી જોવા મળી રહી છે.

Exit mobile version