Site icon hindtv.in

પાટણના રાધનપુર કંડલા હાઈવે પર અકસ્માતમાં 3 ના મોત.

પાટણના રાધનપુર કંડલા હાઈવે પર અકસ્માતમાં 3 ના મોત.
Spread the love

પાટણના રાધનપુર કંડલા હાઈવે પર અકસ્માતમાં 3 ના મોત.
અકસ્માતમાં 4 ગંભીર 17 લોકો ઈજાગ્રસ્ત.
અકસ્માતમાં ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા.

પાટણ જિલ્લાના રાધનપુર નજીક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં એક સાથે પાંચ વાહનો અથડાયા હતા. રાધનપુરના મોટી પીપળી નજીક બનેલી આ ભયાનક દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 4 લોકોનાં મોત નિપજ્યાં છે, જ્યારે 15થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે, જેમા 3 લોકોની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે

પાટણ જિલ્લાના રાધનપુર નજીક ગમખ્વાર માર્ગ અકસ્માતનું પ્રાથમિક કારણ એક બાજુના રસ્તાનું કામ ચાલુ હોવાથી ટ્રેલરનું રોંગ સાઇડમાં આવી જવું માનવામાં આવે છે. રોંગ સાઈડમાં આવી રહેલા ટ્રેલર અને બોલેરો પિકઅપ વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ ટક્કર બાદ પાછળ આવી રહેલી એક જીપ અને બે બાઇક પણ આ વાહનો સાથે અથડાઈ હતી, જેના કારણે ગંભીર અકસ્માત સર્જાયો હતો. રાધનપુરના મોટી પીપળી નજીક બનેલી આ ભયાનક દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 4 લોકોનાં મોત નિપજ્યાં છે, જ્યારે 15થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે, જેમા 3 લોકોની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. ઘટનાની જાણ થતાં જ પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને ટ્રાફિક ક્લિયર કરીને વધુ તપાસ હાથ ધરી છે

અકસ્માતમાં એક ટ્રેલર, બે બાઇક, એક જીપ અને એક બોલેરો પિકઅપ સહિત પાંચ વાહનોનો સમાવેશ થાય છે. તમામ વાહનોને ભારે નુકસાન પહોંચ્યું છે.રાધનપુરના PI આર.કે. પટેલે જણાવ્યું હતું કે એક ટ્રેલર રાધનપુરથી વારાહી બાજુ જઈ રહી હતી અને સામે બોલેરો પિકઅપ જેમાં 10થી 12 લોકો સવાર હતા. આ ઉપરાંત બે બાઇકમાં જેમાં 4 લોકો સવાર હતા. આ તમામ વાહનો વચ્ચે અકસ્માત થયો છે. પ્રાથમિક તપાસમાં પિકઅપ અને ટ્રેલર વચ્ચે સૌ પ્રથમ ટક્કર થઈ હતી.’ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને તાત્કાલિક રાધનપુરની રેફરલ હોસ્પિટલ તેમજ આસપાસની અન્ય હોસ્પિટલોમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે…..કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Exit mobile version