Site icon hindtv.in

દાહોદમાં નકલી બેંક ઓફિસ બનાવી ₹28.60 લાખની ઠગાઈ કરનાર 3 આરોપી ઝડપાયા

દાહોદમાં નકલી બેંક ઓફિસ બનાવી ₹28.60 લાખની ઠગાઈ કરનાર 3 આરોપી ઝડપાયા
Spread the love

દાહોદના ગોધરા રોડ પર ઉત્કર્ષ સ્મોલ ફાઇનાન્સ બેંકની નકલી ઓફિસ બનાવી ૨૮.૬૦ લાખનું ફુલેકું ફેરવનાર ત્રણેય ઠગોને પોલીસે ઝડપી લીધા

ગઠિયાઓએ બેંક જેવો માહોલ ઊભો કરી ફર્નિચર, કોમ્પ્યુટર ગોઠવ્યા હતા અને યુવતીઓને નોકરી પર રાખી હતી રથયાત્રામાં સોનું દાનમાં આપવાના બહાને મહાવીર જ્વેલર્સના વેપારીને ૨૦૦ ગ્રામ સોનાના બિસ્કીટ સાથે બોલાવ્યા હતા લોકરમાંથી નાણાં લાવવાના બહાને આરોપી નજર ચૂકવી પાછલા દરવાજેથી સોનું લઈને ફરાર થઈ ગયા હતા સમગ્ર મામલે દાહોદ એ-ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાતા ચકચાર મચી જવા પામી હતી દાહોદ એલસીબી પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સના આધારે વોચ ગોઠવી રાજસ્થાન બોર્ડર પાસેથી ત્રણેય આરોપીઓને ઝડપી પાડ્યા પોલીસે ગુનામાં વપરાયેલી કાર અને સોનાના બિસ્કીટ સહિત કુલ ૩૮.૮૦ લાખનો ૧૦૦ ટકા મુદ્દામાલ સફળતાપૂર્વક રિકવર કર્યો પોલીસે આરોપીઓની વધુ પુછપરછ હાથ ધરી.

Exit mobile version