Site icon hindtv.in

સુરતમાં હાલ 250 કરોડના કચરા કૌભાંડની બુમ

સુરતમાં હાલ 250 કરોડના કચરા કૌભાંડની બુમ
Spread the love

સુરતમાં હાલ 250 કરોડના કચરા કૌભાંડની બુમ
21 કલાકથી ખજોદ ડમ્પિંગ  સાઈડે કચરામાં લાગેલી આગ
શાસકો જનતાને ગુમરાહ કરી રહ્યા હોવાના આક્ષેપો

સુરતમાં હાલ 250 કરોડના કચરા કૌભાંડની બુમ ઉઠી છે ત્યારે ખજોદ ડમ્પિંગ  સાઈડે કચરામાં લાગેલી આગ 21 કલાકથી કાબુમાં આવી ન હોય જેને લઈ અનેક સવાલો ઉભા થયા છે.

સુરતમાં કચરા કૌભાંડ બાદ ખજોદ ડમ્પિંગ સાઈડ પર કચરો 21 કલાકથી સળગી રહ્યો છે. કચરા કૌભાંડ બાદ અચાનક આગ લાગતા અનેક સવાલો ઉભા થયા છે. આગ લાગી કે લગાવી તેવા પ્રશ્નો ઊભા થયા છે. ફાયર દ્વારા પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવા પ્રયાસ કરાઈ રહ્યો છે જો કે મોટા અધિકારી કે શાસકો ખજોદ પર ઝાંખવા સુદ્ધાં ન ગયા હોય ઘટનાને છૂપાવવાનો પ્રયાસ કરાઈ રહ્યો હોવાની ચર્ચા જોવા મળી છે. વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવાના બદલે કચરો સળગાવી દેવાતા શાસકો સુરતની જનતાને ગુમરાહ કરી રહ્યા હોવાના આક્ષેપો કરાયા છે.14 મેટ્રિક ટન કચરા સામે વધુ કચરાના પહાડ જોવા મળ્યા છે ત્યારે એજન્સીને ત્રણ વર્ષમાં 300 કરોડ ચૂકવ્યા જેની સામે કચરાનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ જ નથી કરાતા રૂપિયા કેવી રીતે ચૂકવાયા તેવા સવાલો ઉભા થયા છે.

Exit mobile version