Site icon hindtv.in

24 ફોર સેવન ક્લબ નામની કંપનીની ઠગાઈ

24 ફોર સેવન ક્લબ નામની કંપનીની ઠગાઈ
Spread the love

24 ફોર સેવન ક્લબ નામની કંપનીની ઠગાઈ
મહિને 10 ટકા રીટર્ન મળશે તેમ કહી ઠગાઈ
ઠગાઈ આચરનાર ટોળકીના આરોપીઓને પોલીસે ઝડપ્યા

24 ફોર સેવન ક્લબ નામની કંપનીમાં ઈન્વેસ્ટ કરવાથી મહિને 10 ટકા રીટર્ન મળશે તેમ કહી ઠગાઈ આચરનાર ટોળકીના આરોપીઓને સાયબર ક્રાઈમે ઝડપી પાડ્યા છે.

સુરત સાયબર ક્રાઈમ પોલીસને બાતમી મળી હતી કે સરથાણા કિરણ ચોક પાસે આવેલ અભિનંદન માર્કેટ સામે કેબીસી બિલ્ડીંગમાં તથા મોટા વરાછા સવજી કોરાટ બ્રિજ પાસે આવેલ લજામણી ચોક નજીક ઓપેરા બિઝનેસ હબમાં કેટલાક ઈસમો દ્વારા 24 ફોર સેવન ક્લબ નામે કંપનીમાં ઈન્વેસ્ટમેન્ટ કરવાથી દર મહિને 10 ટકા રીટર્ન મળશે તેવી લોભામણી લાલચો આપી લોકો પાસેથી લાખો કરોડો રપિયાનુ રોકાણ કરાવે છે જે માહિતીના આધારે સાયબર ક્રાઈમે દરોડા પાડી ત્યાંથી દિપક ભુપત ડોબરીયા અને શૈલેષ નટુ ધામેલીયાને ઝડપી પાડ્યા હતાં. પોલીસે આરોપીઓ પાસેથી ત્રણ ોબાઈલ, અલગ અલગ 10 ડાયરી, દસ્તાવેજી કાગળો સહિત 1 લાખ 47 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

Exit mobile version