Site icon hindtv.in

પલસાણામાં 23 વર્ષીય પરિણીતાનો આપઘાત

પલસાણામાં 23 વર્ષીય પરિણીતાનો આપઘાત
Spread the love

પલસાણામાં 23 વર્ષીય પરિણીતાનો આપઘાત
લગ્નના 5 વર્ષ બાદ જીવન ટૂંકાવ્યું

સુરતના પલસાણા વિસ્તારમાં 23 વર્ષીય પરિણીત યુવતીએ ગળામાં દુપટ્ટો બાંધી જીવન ટૂંકાવ્યું હોવાની ઘટના સામે આવી છે. લગ્નના પાંચ વર્ષ બાદ યુવતીએ આ પગલું ભરતા પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો હતો.

આપઘાતના વધી રહેલા બનાવો વચ્ચો સુરતના પલસાણા વિસ્તારમાંથી પરિણીત યુવતી સપનાએ ગળામાં દુપટ્ટો બાંધી જીવન ટૂંકાવ્યું હોવાનું સામે આવ્યું છે. સપનાના લગ્નને પાંચ વર્ષ થયા હતા અને તેને ત્રણ વર્ષની નાની દીકરી પણ છે. પરિવારજનોના જણાવ્યા મુજબ સપના હાલ સાડા ત્રણ માસની ગર્ભવતી હતી. મૃતકના પરિવારજનોએ સાસરી પક્ષ પર યુવતીને માનસિક ત્રાસ આપવાનો આક્ષેપ કર્યો હતો કે પતિ નિલેશ પ્રકાશ નિકમ અને તેના પરિવારજનો દ્વારા આપવામાં આવતા કથિત ત્રાસથી કંટાળીને સપનાએ આ પગલું ભર્યું હતું. મૃત્યુ પહેલા સપનાએ પોતાની માતાને કથિત રીતે ત્રાસ અંગે જાણ કરી હોવાનો પણ પરિવારનો દાવો છે. સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

Exit mobile version