Site icon hindtv.in

માંડવી સુભાષચોક ખાતે 21 મી સાલગીરીની ઉજવણી

માંડવી સુભાષચોક ખાતે 21 મી સાલગીરીની ઉજવણી
Spread the love

માંડવી સુભાષચોક ખાતે 21 મી સાલગીરીની ઉજવણી
રામદેવજીના મંદિરે વિષ્ણુ યજ્ઞ સાથે 21 મી સાલગીરી

માંડવી સુભાષચોક ખાતે બાબા રામદેવજીના મંદિરે વિષ્ણુ યજ્ઞ સાથે 21 મી સાલગીરીની ઉજવણી કરાય.

માંડવી નગરમાં આવેલ સુભાષચોક ખાતે બાબા રામદેવજી મંદિર ની સાલગીરી ની ઉજવણી આજરોજ કરવામાં આવી હતી જેમાં સવારે 9:00 કલાકે શાસ્ત્રોક વિધિ અનુસાર વિષ્ણુયજ્ઞ કરવામાં આવ્યો હતો જેમાં વાલ્મિકી સમાજના 9 જોડાએ ભાગ લીધો હતો. બપોરે એક કલાકે આરતી કરવામાં આવી હતી તેમજ બપોરે એક કલાકે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધર્મ પ્રેમી ભાઈઓએ પ્રસાદી લઈ પવન થયા હતા તથા સાંજે 6.30 કલાકે બાબા રામદેવજી ને ધજા નેજા ચઢાવી આરતી ઉતારવામાં આવશે. વાલ્મિકી સમાજના ભાઈઓ બહેનો દ્વારા ભારે આનંદ ઉલ્લાસ સાથે ઉજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ સમાજના તમામ ભાઈઓ એ ભારે જહેમત ઉઠાવી કાર્યક્રમ સફળતાપૂર્વક પાર પાડ્યો હતો…

Exit mobile version