Site icon hindtv.in

સુરતમાં 212 કરોડ 87 લાખના સાયબર ફ્રોડ

સુરતમાં 212 કરોડ 87 લાખના સાયબર ફ્રોડ
Spread the love

સુરતમાં 212 કરોડ 87 લાખના સાયબર ફ્રોડ
ફ્રોડના ગુનામાં સંડોવાયેલા વધુ ચાર આરોપીઓ ઝડપાયા
બીપીન સાવલીયા, અંકિતપરી ગૌસ્વામી, ચેતન લિંબાણી તથા
અજયભાઈ ગોરધનપરી ગૌસ્વામીને ઝડપી પાડ્યા

સુરતમાં 212 કરોડ 87 લાખના સાયબર ફ્રોડના ગુનામાં સંડોવાયેલા વધુ ચાર આરોપીઓને સાયબર ક્રાઈમની ટીમે ઝડપી પાડ્યા છે.

સુરત સાયબર ક્રાઈમની ટીમે બાતમીના આધારે અમરોલી વિસ્તારમાં દરોડા પાડી 212 કરોડ 87 લાખનો સાયબર ફ્રોર્ડ ઝડપી પાડ્યો હતો. આ ગુનાની તપાસ સાયબર ક્રાઈમની ટીમ દ્વારા હાથ ધરાઈ હતી જેમાં આ રેકેટમાંસંડોવાયેલા અને નાસતા ફરતા આરોપીઓ જેમાં બીપીનભાઈ અસોકભાઈ સાવલીયા, અંકિતપરી ગોરધનપરી ગૌસ્વામી, ચેતનભાઈ પ્રભુલભાઈ લિંબાણી તથા અજયભાઈ ગોરધનપરી ગૌસ્વામીને ઝડપી પાડ્યા હતાં. તો ઝડપાયેલા આરોપીઓએ બેંક એકાઉન્ટો સાયબર ક્રિમીનલોને આપવામાં મુખ્ય ભુમિકા ભજવી હોવાનુ સામે આવ્યુ છે. તો આ અંગે સાયબર ક્રાઈમના ડીસીપીએ વધુ માહિતી આપી હતી.

Exit mobile version