Site icon hindtv.in

સુરતમાં 21 વર્ષ અગાઉ લિંબાયત વિસ્તારમાં ડકૈતી

સુરતમાં 21 વર્ષ અગાઉ લિંબાયત વિસ્તારમાં ડકૈતી
Spread the love

સુરતમાં 21 વર્ષ અગાઉ લિંબાયત વિસ્તારમાં ડકૈતી
ડકૈતી કરી ભાગી છુટેલી યુપીના કુખ્યાત આરોપી મુંબઈથી ઝડપાયો
તીષ બાબુલાલ ગુપ્તા ઉર્ફે તિવારી ઉર્ફે કોરીને પીસીબીની ટીમે ઝડપી પાડ્યો

સુરતમાં 21 વર્ષ અગાઉ લિંબાયત વિસ્તારમાં ડકૈતી કરી ભાગી છુટેલી યુપીના કુખ્યાત આરોપીને મુંબઈ થાણેથી સુરત પીસીબીની ટીમે ઝડપી પાડ્યો હતો.

સુરત પોલીસ કમિશનરના આદેશને લઈ પીસીબીની ટીમ નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા મેદાને છે ત્યારે પી.સી.બી.ની ટીમ પી.આઈ. સુવેરાની સુચના મુજબ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે એ.એસ.આઈ. હસમુખભાઇ, એ.એસ.આઈ. જનાર્દન, એ.એસ.આઈ. દિપકભાઇ તથા હેડ કોન્સ્ટેબલ અશોકભાઈએ લિંબાયત પોલીસ મથકમાં 21 વર્ષથી ડકૈતીના ગુનામાં નાસતા ફરતા યુપીના કુખ્યાત આરોપી સતીષ બાબુલાલ ગુપ્તા ઉર્ફે તિવારી ઉર્ફે કોરીને મુબઈના થાણે વેસ્ટ ખાતેથી ઝડપી પાડ્યો હતો. અને તેને સુરત લાવી તેનો કબ્જો લિંબાયત પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.

Exit mobile version