Site icon hindtv.in

સુરતમાં 13 અને 14 જૂને 21 બાય 72 સીઝન-5 સમિટ

સુરતમાં 13 અને 14 જૂને  21 બાય 72 સીઝન-5 સમિટ
Spread the love

સુરતમાં 13 અને 14 જૂને 21 બાય 72 સીઝન-5 સમિટ
દેશભરના સ્ટાર્ટઅપ ફાઉન્ડર્સ, રોકાણકારો, ઉદ્યોગ અગ્રણીઓની હાજરી
સુરત બે દિવસ માટે ઇનોવેશન અને ઇન્વેસ્ટમેન્ટનું કેન્દ્ર બનવા જઈ રહ્યું છે

સુરતમાં 13 અને 14 જૂને યોજાનારી 21 બાય 72 સીઝન-5 સમિટને લઈને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. દેશભરના સ્ટાર્ટઅપ ફાઉન્ડર્સ, રોકાણકારો, ઉદ્યોગ અગ્રણીઓ અને જાણીતી હસ્તીઓની હાજરી વચ્ચે સુરત બે દિવસ માટે ઇનોવેશન અને ઇન્વેસ્ટમેન્ટનું કેન્દ્ર બનવા જઈ રહ્યું છે.

સુરતના અવધ યુટોપિયા ખાતે 13 અને 14 જૂનના રોજ 21 બાય 72 સીઝન-5 સમિટનું ભવ્ય આયોજન કરાયું છે. સ્ટાર્ટઅપ, બિઝનેસ, ઇનોવેશન અને ઇન્વેસ્ટમેન્ટને એક જ મંચ પર લાવતી આ સમિટમાં દેશ-વિદેશના ઉદ્યોગસાહસિકો, વેન્ચર કેપિટલ ફંડ્સ, એન્જલ ઇન્વેસ્ટર્સ, એમએસએમઈએસ, કોર્પોરેટ લીડર્સ અને નીતિ નિર્માતાઓ ભાગ લેશે. જે અંગે ફાઉન્ડર રચિત પોદ્દાર, સીએ પ્રતિક તોસનીવાલ, સીએ મહુલ શાહ અને શરદ તોદી દ્વારા માહિતી અપાઈ હતી

સમિટ દરમિયાન 100થી વધુ કંપનીઓના પ્રદર્શન, સ્ટાર્ટઅપ પિચિંગ સત્રો, ફાઉન્ડર-ઇન્વેસ્ટર કનેક્ટ, ઉદ્યોગ આધારિત પેનલ ચર્ચાઓ અને નેટવર્કિંગ કાર્યક્રમો યોજાશે. પ્રતિક ગાંધી, અંગદ બેદી, ઝહીર ઇકબાલ, પારુલ ગુલાટી અને શાર્ક ટેન્ક ઇન્ડિયાના અશ્નીર ગ્રોવર સહિત અનેક જાણીતા મહાનુભાવો પોતાના અનુભવો અને વિચારો શેર કરશે. આયોજકોના જણાવ્યા મુજબ, સુરતને વૈશ્વિક સ્ટાર્ટઅપ અને ઇનોવેશન હબ તરીકે વિકસાવવા તેમજ નવા ઉદ્યોગસાહસિકોને પ્રોત્સાહન આપવા આ સમિટ મહત્વપૂર્ણ સાબિત થશે.

Exit mobile version