ભાવનગર મનપાની સાધારણ સભામાં લોકહિતના 20 મહત્વપૂર્ણ નિર્ણયો
વિધવા બહેનોને મિલકત વેરામાંથી મુક્તિની ભેટ,
9 કમિટીના ચેરમેનની નિમુણક કરાઈ
ભાવનગર મહાનગરપાલિકાની નવી ચૂંટાયેલી બોડીની બીજી સાધારણ સભામાં આજરોજ મહાનગરપાલિકાના સભાખંડ ખાતે મેયર ઉષાબેન તલરેજાના અધ્યક્ષ સ્થાને સાધારણ સભા યોજાઈ હતી,
ભાવનગર મહાનગરપાલિકાની બીજી સાધારણ સભામાં શહેરના વિકાસ અને જનહિતલક્ષી કુલ 20 મહત્વના કામો પર સર્વાનુમતે મંજૂરીની મહોર મારવામાં આવી છે. આ બેઠકમાં ખાસ સમિતિઓની રચના સાથે નાગરિકો માટે રાહત આપતા અનેક કલ્યાણકારી નિર્ણયો લેવામાં આવ્યા હતા. સામાન્ય નાગરિકો અને દિવ્યાંગજનો માટે રાહત દરે પાસની સુવિધા ઉપલબ્ધ રહેશે, મનપાની સાધારણ સભામાં જુદા-જુદા 20 જેટલા ઠરાવો મંજુર કરવામાં આવ્યા હતા. જેમાં સભાનો સૌથી મહત્વનો અને માનવીય અભિગમ ધરાવતો નિર્ણય આર્થિક રીતે નબળી વિધવા બહેનો માટે લેવામાં આવ્યો છે. મહાનગરપાલિકાની હદમાં આવતી મિલકતોમાં જે વિધવા બહેનો આર્થિક રીતે અક્ષમ હોવાને કારણે વેરો ભરવામાં મુશ્કેલી અનુભવતી હતી, તેમની આવક મર્યાદામાં વધારો કરીને તેમને મિલકત વેરામાંથી મુક્તિ આપવાનો મહત્વનો નિર્ણય લેવાયો છે તેમજ શિક્ષણ અને પરિવહનને પ્રોત્સાહન આપવા માટે સભામાં મહત્વના નિર્ણયો લેવાયા હતા.
પાંચ રહેણાંક મિલકતોના લીઝ પટ્ટા રિન્યુ કરવામાં આવ્યા વહીવટી અને મિલકતલક્ષી નિર્ણયો કરવામાં આવ્યા હતા, મહાનગરપાલિકાના વિવિધ વિભાગોમાં વપરાશ યોગ્ય ન રહેલા કંડમ વાહનોના નિકાલ માટે મંજૂરી અપાઈ, પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળની દુકાનોની હરાજીની પ્રક્રિયા પૂર્ણ કરવા માટે મંજૂરી આપવામાં આવી, શહેરમાં પાંચ રહેણાંક મિલકતોના લીઝ પટ્ટા રિન્યુ કરવામાં આવ્યા છે, આ સાધારણ સભા દ્વારા ભાવનગર મહાનગરપાલિકાએ વહીવટી પારદર્શિતા અને નાગરિક સુખાકારીના કાર્યોને પ્રાથમિકતા આપી છે, જેનો સીધો લાભ ભાવનગરના તમામ વર્ગના લોકોને મળશે.

