સુરત શાહપોરમાં મેટ્રોની કામગીરી દરમિયાન 20-25 ફૂટનો ભુવો પડ્યો,
એપાર્ટમેન્ટ ખાલી કરાવવામાં આવ્યા
પાલિકાએ તાત્કાલિક કાર્યવાહી કરી રેસ્ક્યુ કામગીરી હાથ ધરી
સુરતના શાહપોર વિસ્તારમાં મેટ્રોની કામગીરી વચ્ચે 20 થી 25 ફુટનો ભુવો પડતા આજુબાજુના એપાર્ટમેન્ટમાં ધ્રુજારી ઉપડી હતી. જેને લઈ પાલિકા દ્વારા એપાર્ટમેન્ટ ખાલી કરાવાયા હતાં.
સુરતના શાહપોર વિસ્તારમાં 20 થી 25 ફૂટ નો ભુવો પડતા ભયનો માહોલ સર્જાયો સર્જાયો હતો. મેટ્રોનો કામના લીધે ભુવો પડવાના સ્થાનિક લોકોએ આક્ષેપો કર્યા હતા. તો ભુવો પડતા આજુબાજુના એપાર્ટમેનોને ખાલી કરાવાયા છે. પાલિકા દ્વારા 20 થી 25 પરિવારને રેસ્ક્યુ કરાયા હતા. જેને લઈ આજુબાજુના વિસ્તારમાં ભય નો માહોલ સર્જાતા સ્થાનિકમા રોષ પણ જોવા મળ્યો હતો. ભુવો પડતા સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ દોડતા થયા હતા. જો કે હાલ મેટ્રોના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચીને સમારકામની કામગીરી શરૂ કરી છે.

