અમદાવાદમાં 2 કરોડની નકલી ચલણી નોટોના તાર સુરતમાં
18 માર્ચે સુરતના કથિત યોગગુરૂ પ્રદીપ જોટંગીયાની ધરપકડ કરી
આરોગ્યમંત્રી પ્રફુલ પાનસેરીયાએ મહત્વપૂર્ણ નિવેદન
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે 2 કરોડની નકલી ચલણી નોટો મામલે 18 માર્ચે સુરતના કથિત યોગગુરૂ પ્રદીપ જોટંગીયાની ધરપકડ કરી હતી. આ મામલે આરોગ્યમંત્રી પ્રફુલ પાનસેરીયાએ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે.
સુરતમાંથી ઝડપાયેલા નકલી નોટોના રેકેટ મામલે આરોગ્યમંત્રી પ્રફુલ પાનસેરીયાએ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે ગુજરાતમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનારાઓને કાનૂની દંડ મળવો સ્વાભાવિક છે. પોલીસ દ્વારા આવા રેકેટનો ભંડાફોડ કરવામાં આવ્યો છે તે બદલ તેમણે પોલીસને અભિનંદન પાઠવ્યા. સાથે જ તેમણે જણાવ્યું કે આસ્થા સાથે જોડાયેલા ક્ષેત્રોમાં મોટા ભાગે સારા સંતો અને યોગગુરુઓ સકારાત્મક કામગીરી કરી રહ્યા છે, જ્યારે થોડાક જ લોકો ખોટી પ્રવૃત્તિમાં સામેલ હોય છે. તેમણે ઉમેર્યું કે દોષિતોને ચોક્કસપણે કાનૂની રીતે સજા મળવી જોઈએ અને સત્ય બહાર આવશે. પોલીસ પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવી રહી છે.

