સુરતમાં રિક્ષામાં બેસાડી મુસાફરને લૂંટ ચલાવનાર 2 ઝડપાયા
પોલીસે આરોપીઓ પાસેથી મુદ્દામાલ કબ્જે કર્યો
રિક્ષામાં મુસાફરોને બેસાડી તેોને ચપ્પુ બતાવી લુંટ કરનાર રીઢાઓને વરાછા પોલીસે કલાકોમાં ઝડપી પાડી તેઓ પાસેથી મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
સુરતની વરાછા પોલીસની ટીમ ગુનાખોરી ડામવા પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે ગત 10મી સપ્ટેમ્બરના રોજ મોહિત દસલાણીયા નામના ઈસમને સવારના સમયે ખાંડ બજાર ગરનાળા પાસેથી રીક્ષામાં બેસાડી તેઓને રિક્ષામાં સહ મુસાફરના સ્વાંગમાં બેસેલા રીઢાઓએ ધમકાવી ચપ્પુ બતાવી તેઓ પાસેથી 30 હજારની લુંટ કરી હતી. આ અંગે વરાછા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હોય અને તે આરોપીઓ હાલ વરાછા કુબેર નગર પોપડા પાસે હોવાની માહિતી નરેશ તથા કાળુ અને એએસઆઈ ગૌરવને મળતા તેઓએ ટીમ વર્કથી આરોપીઓ મુસ્તુફાખાન ઉર્ફે કાલીયા ફકિરાખાન પઠાણ તથા અરબાજખાન ઉર્ફે ગબ્બા પઠાણને ઝડપી પાડી તેઓ પાસેથી લુંટમાં ગયેલ રોકડા રૂપિયામાંથી 29 હજાર 500 તથા રીક્ષા કબ્જે લઈ તેઓ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

