Site icon hindtv.in

ઉત્રાણમાં કાર સળગાવવાના કેસમાં 2 આરોપી ઝડપાયા,

ઉત્રાણમાં કાર સળગાવવાના કેસમાં 2 આરોપી ઝડપાયા,
Spread the love

ઉત્રાણમાં કાર સળગાવવાના કેસમાં 2 આરોપી ઝડપાયા,
પોલીસે ગણતરીના કલાકોમાં કરી ધરપકડ

સુરતના ઉત્રાણ વિસ્તારમાં ભાડેથી ફોરવ્હીલર નહીં આપવાના મામલે દુશ્મનાવટ રાખી કાર સળગાવવાના કેસમાં ઉત્રાણ પોલીસે ગણતરીના કલાકોમાં બે આરોપીઓને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધા હતાં.

સુરતની ઉત્રાણ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ફોરવ્હીલર ભાડે આપવાના મુદ્દે આરોપીઓએ ફરિયાદી સાથે બોલાચાલી કરી હતી અને મારામારી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારબાદ 12 સપ્ટેમ્બરની વહેલી સવારે ઉત્રાણના ગજેરા કમ્પાઉન્ડ ખાતે પાર્ક કરાયેલી કિયા સોનેટ કારને નિશાન બનાવવામાં આવી હતી. આરોપીઓએ અન્ય વ્યક્તિને મોકલી કાર પર કેરોસીન છાંટીને આગ લગાવી દીધી હતી. કાર સળગાવ્યા બાદ ફરિયાદી અને તેના મિત્રોને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ ઉત્રાણ પોલીસે તપાસ શરૂ કરી હતી. સર્વેલન્સ સ્ટાફે બાતમીના આધારે દીપ ઉર્ફે ગોલ્ડન ડોબરીયા અને સમીર ઉર્ફે જાદવ સિંઘાને ઝડપી પાડી બન્ને વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Exit mobile version