Site icon hindtv.in

સુરત : વેન્ચુરા એર કંપની સાથે 2.33 કરોડની ઠગાઈ

સુરત : વેન્ચુરા એર કંપની સાથે 2.33 કરોડની ઠગાઈ
Spread the love

સુરત : વેન્ચુરા એર કંપની સાથે 2.33 કરોડની ઠગાઈ
પૂર્વ સીઈઓ કાર્તિકેય ગરસિયાએ ભાગીદારો સાથે કરી હતી ઠગાઈ
લુક આઉટ નોટીસને પગલે અમેરિકા ઉડે તે પેહલા મુંબઈ એરપોર્ટ પરથી પોલીસે ઝડપી લીધો .

વર્ષ 2019માં એર ક્રાફ્ટ ખરીદવાના બહાને કરોડો રૂપિયાની ઠગાઈ આચર્યા બાદ અમેરિકા ભાગી રહેલા ઠગને ક્રાઈમ બ્રાન્ચની ટીમે મુંબઈ એરપોર્ટ પરથી ઝડપી પાડ્યો છે.

સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે વર્ષ 2019માં ન્યુરા એર કંપની સાથે 2.33 કરોડની ઠગાઈ આચરનાર ઠગ એવા પુર્વ સીઈઓ કાર્તિકેય ગરાસિયાને ઝડપી પાડ્યો હતો. ન્યુરા એર કંપનીમાં ઠગ કાર્તિકેય ગરાસીયાએ ભાગીદારોને એર ક્રાફ્ટ ખરીદવા મામલે વાતોમાં ભોળવી 2.33 કરોડ પડાવી લીધા હતા જે અંગે પોલીસ ફરિયાદ નોંધાતા લુકઆઉટ નોટીસ જારી થઈ હતી. જો કે હાલ આરોપી અમેરિકા ભાગી રહ્યો હોવાની માહિતી મળતા સુરત ક્રાઈમ બ્રાન્ચે મુંબઈ એરપોર્ટ પરથી ઠગ કાર્તિકેય રાસિયાને ઝડપી પાડી કોર્ટમાં રજુ કરી રિમાન્ડ મેળવ્યા હતાં.

Exit mobile version