Site icon hindtv.in

પહલગામ આતંકી હુમલા બાદ અન્ય 17 લોકો ભાવનગર પરત ફર્યા

પહલગામ આતંકી હુમલા બાદ અન્ય 17 લોકો ભાવનગર પરત ફર્યા
Spread the love

પહલગામ આતંકી હુમલા બાદ અન્ય 17 લોકો ભાવનગર પરત ફર્યા
સુરક્ષિત પાછા આવનાર પ્રવાસીઓએ વર્ણવી હુમલાની ભયાવહ ઘટના,
આતંકીઓ અમારી એકદમ નજીક હતા..

જમ્મુ કાશ્મીરના પહલગામમાં મંગળવારના રોજ થયેલા આતંકી હુમલામાં 26 લોકોએ જીવ ગુમાવ્યો છે. જેમાંથી ત્રણ લોકો ગુજરાતના છે. પહલગામ આતંકી હુમલા બાદ અન્ય 17 લોકો ભાવનગર પરત ફર્યા છે. પ્રત્યક્ષદર્શીઓએ હુમલાની ઘટનાનું વર્ણન કર્યું છે. તેઓ જણાવ્યું હતું કે, આ ગોઝારા હુમલામાં તેમણે પોતાનો જીવ કેવી રીતે બચાવ્યો

વીઓ :- જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં એક આતંકવાદી હુમલો થયો હતો જેમાં ભાવનગરના પિતા-પુત્રની હત્યા કરવામાં આવી હતી. જ્યારે એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા હતા. આતંકી હુમલામાં ગોળી વાગતા ઘાયલ થયેલા ભાવનગરનાં વિનુભાઈ ડાભી પણ ઘરે પરત ફર્યા છે સાથે અન્ય 17 લોકો પણ જમ્મુ કાશ્મીર ગયા હતા. આ લોકો ત્યાંથી પરત ભાવનગર આવી ગયા છે

ઘટના વિષે પ્રત્યદર્શીઓએ જણાવ્યુંહતું કે પહેલા તેઓ નીચે હતા પછી ઉપર ગયા અને અચાનક ગોળીબાર શરૂ થઈ ગયો. આતંકવાદીઓને જોઈને, તેમણે પહેલા વિચાર્યું કે, તેઓ આર્મીના માણસો છે પરંતુ થોડીવારમાં સમજાયું કે તેઓ આતંકવાદી છે. ગોળીબાર દરમિયાન બધા દોડવા લાગ્યા અને પરિસ્થિતિ ખૂબ જ તંગ બની ગઈ. થોડા સમય પછી, તેમને સલામત સ્થળે લઈ જવામાં આવ્યા. આ ઘટનામાં લગભગ 26 થી 27 લોકો ઘાયલ થયા હતા, જેમને બાદમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સુરક્ષિત પરત આવનાર કૃષિએ વિગતવાર માહિતી આપી છે

વધુમાં કૃષિએ જણાવ્યું હતું કે, “આતંકવાદીઓ અમારી બિલકુલ નજીકથી નીકળ્યા હતા. પહેલા વિચાર્યું કે તેઓ આર્મીના માણસો છે પરંતુ પછીથી સમજાયું કે તેઓ આતંકવાદી છે. તેઓએ કુર્તા ટાઇપ કાંઈ પહેર્યું હતું, ઉપર જેકેટ હતું અને હાથમાં મોટી કાળી ગન હતી. એકદમ ગોરા હતા અને દાઢી પણ હતી. પછી અમે લોકો અમારો જીવ બચાવવા માટે ત્યાં એક બેન્ચ હતી ત્યાં નીચે સૂઈ ગયા હતા…..કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Exit mobile version