Site icon hindtv.in

નર્મદામાં ભગવાન બિરસા મુંડાની 150 મી જન્મ જયંતિ

નર્મદામાં ભગવાન બિરસા મુંડાની 150 મી જન્મ જયંતિ
Spread the love

નર્મદામાં ભગવાન બિરસા મુંડાની 150 મી જન્મ જયંતિ
એકતાનગર ખાતે જનજાતિય ગૌરવ વર્ષ ઉત્સવ તથા ભારત પર્વનો પ્રારંભ
જનજાતિ સમાજના ગૌરવને ઉજાગર કરતો ઉત્સવ છે

ભગવાન બિરસા મુંડાની ૧૫૦ મી જન્મ જયંતિ નિમિત્તે જનજાતિય ગૌરવ વર્ષની ઉજવણીના ભાગરૂપે ભગવાન બિરસા મુંડાના જીવન અને યોગદાન વિશે એક દિવસીય રાષ્ટ્રીય પરિસંવાદ કાર્યક્રમ ઉદ્ઘાટન સત્રનો ટેન્ટ સીટી-૨ એકતાનગર ખાતેથી પ્રારંભ કરાવતાં ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી પી. સી. બરંડાએ પ્રારંભ કરાવ્યો હતો.

આજ રોજ રાષ્ટ્રીય કક્ષાના પરિસંવાદના ઉદ્ઘાટન સત્ર દરમિયાન અધ્યાપકો- વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં દેશના વિવિધ રાજ્યોના વિષય તજજ્ઞોએ ભગવાન બિરસા મુંડાના જીવનકાર્ય આધારિત વ્યાખ્યાનો તથા સંશોધન પત્રોની રજુઆત તથા વિચાર-વિમર્શ કરાયો હતો. વધુમાં, પ્રાધ્યાપક-શિક્ષકોને કાર્યક્રમમાં સહભાગી થવા બદલ સર્ટિફિકેટ એનાયત કરાયા હતા. મઁત્રીએ જણાવ્યું કે, જનજાતિય સમાજના ગૌરવ દર્શાવવાનો આ ઉત્સવ છે, જળ, જંગલ, જમીનની સાથે જનજાતિઓના અસ્મિતા અને સર્વાંગી વિકાસ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2021 થી આ ઉજવણીની ઘોષણા કરી હતી. વર્ષ 2047 સુધી આદિજાતિ વિકાસને સુનિશ્ચિત કરીને ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે વડાપ્રધાને રોડ મેપ તૈયાર કર્યો છે. વિકસિત ભારતની વાત આવે ત્યારે ગુજરાત રાજ્ય દેશનું રોલ મોડલ બન્યુ છે. આદિજાતિ સમુદાયને શિક્ષણ, પોષણ, સ્વાસ્થ્ય, રોજગાર, ખેતી, પશુપાલન સાથે તમામ ક્ષેત્રોમાં કેન્દ્ર-રાજ્ય સરકારે પરિણામલક્ષી પ્રયત્નો કર્યા છે..

Exit mobile version