Site icon hindtv.in

બારડોલીના અનાવલમાં ભગવાન બિરસા મુંડાની 150 મી જન્મજયંતિ

બારડોલીના અનાવલમાં ભગવાન બિરસા મુંડાની 150 મી જન્મજયંતિ
Spread the love

બારડોલીના અનાવલમાં ભગવાન બિરસા મુંડાની 150 મી જન્મજયંતિ
રાજ્યમાં જનજાતીય ગૌરવ વર્ષ તરીકે ખૂબ ઉત્સાહભેર ઉજવણી

સુરત જિલ્લાના અંબિકા તાલુકાના અનાવલ ગામે રમત ગમત વિભાગના રાજ્ય મંત્રી ડૉ. જયરામભાઈ ગામીતે જનજાતિય ગૌરવ રથયાત્રાનું ભવ્ય સ્વાગત કર્યું

બારડોલીના અનાવલમાં ભગવાન બિરસા મુંડાની ૧૫૦ મી જન્મજયંતિ વર્ષની દેશ સહિત સમગ્ર ગુજરાત રાજ્યમાં ‘જનજાતીય ગૌરવ વર્ષ’ તરીકે ખૂબ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. રાષ્ટ્રનિર્માણમાં જનજાતિય સમાજના ગૌરવપૂર્ણ યોગદાનને જન-જન સુધી પહોંચાડવાના ઉદ્દેશ્ય સાથે વલસાડના ઉમરગામ ખાતેથી નીકળેલી જનજાતિય ગૌરવ રથયાત્રા નવસારી જિલ્લાના ચિખલી તાલુકાના સુરખાઈથી નીકળી સુરત જિલ્લાના અંબિકા તાલુકાના અનાવલ ગામે આવી પહોંચતા રમત ગમત વિભાગના રાજ્ય મંત્રી ડૉ. જયરામ ગામીત, સાંસદ ધવલ પટેલ, ધારાસભ્ય મોહન ઢોડિયા અને ગ્રામજનો, આગેવાનો દ્વારા રથનું ઉત્સાહ અને ઉમંગ સાથે ભવ્ય સ્વાગત કર્યું હતું..

Exit mobile version