Site icon hindtv.in

સુરતના ભાઠેના વિસ્તારમાંથી ગુમ થયેલા 14 વર્ષીય બાળા

સુરતના ભાઠેના વિસ્તારમાંથી ગુમ થયેલા 14 વર્ષીય બાળા
Spread the love

સુરતના ભાઠેના વિસ્તારમાંથી ગુમ થયેલા 14 વર્ષીય બાળા
મીડિયા સમક્ષ માતાએ પોતાની પિડા વ્યક્ત કરી
દીકરી હોવાથી કેસને ગંભીરતાથી લેવામાં નથી આવતો ?

સુરતના ભાઠેના વિસ્તારમાંથી એક મહિના પહેલા ગુમ થયેલા 14 વર્ષીયની બાળાનો કોઈ પત્તો ન લાગતા આખરે મીડિયા સમક્ષ માતાએ પોતાની પિડા વ્યક્ત કરી હતી.

સુરતના સલાબતપુરા પોલીસ મથકની હદમાં આવેલ ભાઠેના વિસ્તારથી 14 વર્ષની વિદ્યાર્થીની એક મહિનાથી ગુમ હોય પરિવાર પર આભ તુટી પડ્યુ છે. ગત 5 ફેબ્રુઆરી 2026 ના રોજ શાળાએ જવા નીકળેલી 14 વર્ષીય કિશોરી  ઘરે પરત ફરી ન હોય જેને લઈ સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ગુમશુદાની ફરિયાદ નોંધાઈ હતી. એક મહિનો વીતી ગયો છતાં પોલીસને હજુ સુધી કોઈ મહત્વપૂર્ણ કડી મળી નથીતેવા સવાલો સાથે પરિવારે કર્યુ હતુ કે દીકરો હોય તો વાત અલગ ગણાય, પરંતુ છોકરી ગુમ છે છતાં પોલીસ પુરતું ધ્યાન આપતી નથી ? શું ગરીબ પરિવારની દીકરી હોવાથી કેસને ગંભીરતાથી લેવામાં નથી આવતો ?
એવો આક્ષેપ પણ પરિવાર દ્વારા કરાયો હતો.

સુરતની સલાબતપુરા પોલીસની કામગીરી સામે સવાલો ઉભા થયા છે. તો ગુમ બાળાના પરિવારએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે એક મહિના બાદ પણ પોલીસ હજુ સુધી દીકરીને શોધી શકી નથી અને પરિવારે પોલીસ અધિકારીઓ સમક્ષ અમારી દીકરીને વહેલી તકે શોધી કાઢો તેવી માંગ કરી હતી.

Exit mobile version