Site icon hindtv.in

ભાવનગર સિહોરમાં નશામાં ધૂત કાર ચાલકનો કહેર 13 લોકોને અડફેટે લીધા

ભાવનગર સિહોરમાં નશામાં ધૂત કાર ચાલકનો કહેર 13 લોકોને અડફેટે લીધા
Spread the love

ભાવનગર સિહોરમાં નશામાં ધૂત કાર ચાલકનો કહેર 13 લોકોને અડફેટે લીધા
નશાની હાલતમાં બેફામ ગતિએ કાર હંકારી
ઈજાગ્રસ્તોને સારવાર માટે સર ટી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા

ભાવનગર શહેર સિહોરના ગુંદાળા પાસે આજે એક હૃદયદ્રાવક અકસ્માતની ઘટના સામે આવી છે. નશાની હાલતમાં બેફામ ગતિએ કાર હંકારી રહેલા એક ડ્રાઈવરે રસ્તા પરથી પસાર થતા અને ઉભેલા અંદાજે 13 જેટલા લોકોને અડફેટે લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.

ભાવનગર શિહોરમાં ફૂલ સ્પીડમાં આવતી ફોર-વ્હીલર કારે રિક્ષા અને ટુ-વ્હીલર સવાર શ્રમિકોને કચડ્યા. પ્રત્યક્ષદર્શીઓ અને ભોગ બનનારના પરિવારજનોના આક્ષેપ મુજબ કાર ચાલક ફૂલ નશાની હાલતમાં હતો અને કારમાંથી દારૂની બોટલો પણ મળી આવી છે. ઈજાગ્રસ્તો અકસ્માતમાં કુલ 13 લોકો ઈજાગ્રસ્ત થયા છે જેમાંથી કેટલાકની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે ભાવનગરની સર ટી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.

અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો આગળનો ભાગ પડીકું વળી ગયો હતો અને રિક્ષામાં ભરેલો સામાન રસ્તા પર વેરાઈ ગયો હતો. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર અકસ્માત સર્જ્યા બાદ કાર ચાલક ગાડી મૂકીને ઘટનાસ્થળેથી ભાગી છૂટ્યો હતો. ભોગ બનનારના ભાઈ વલ્લભભાઈ ગોહિલે જણાવ્યું કે મારા બે ભાઈઓ ભાવનગરથી ઘર તરફ આવી રહ્યા હતા ત્યારે નશામાં ધૂત કાર ચાલકે તેમને અને અન્ય મજૂરોને અડફેટે લીધા. બે ભાઈઓને માથા અને કમરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે. પોલીસે હાલ આ મામલે ગુનો નોંધી ફરાર કાર ચાલકની શોધખોળ હાથ ધરી છે અને સીસીટીવી ફૂટેજની તપાસ શરૂ કરી છે..

Exit mobile version