Site icon hindtv.in

સુરત : કરોડના સાયબર ફ્રોડ કેસમાં વધુ 13 આરોપીઓ ઝડપાયા

સુરત : કરોડના સાયબર ફ્રોડ કેસમાં વધુ 13 આરોપીઓ ઝડપાયા
Spread the love

સુરત : કરોડના સાયબર ફ્રોડ કેસમાં વધુ 13 આરોપીઓ ઝડપાયા
રત્નકલાકારો, ટેક્સટાઇલ વેપારીઓ અને ફેશન ડિઝાઈનરો પણ સામેલ
નકલી સિક્કા, ફર્મ્સના બેનર અને દુકાનનું સેટઅપ ગોઠવી આપવાનું કામ કરતા

ઉધના પોલીસે ઝડપી પાડેલા કરોડોના સાયબર ફ્રોડ મામલે અલગ અલગ બેંકોના કરંટ એકાઉન્ટ આરોપીઓને વેંચાણથી આપનાર 11 ખાતેધારકોને તથા ખાતા ખોલાવવા દુકાનનો સેટઅપ કરનાર મળી 13 આરોપીઓને ઉધના પોલીસે ઝડપી પાડ્યા છે.

ઉધના પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ સાયબર ફ્રોડના ઝડપાયેલા ગુનામાં અલગ અલગ બેંકોના કરંટ એકાઉન્ટ  મુખ્ય આરોપીઓને વેચાણથી આપી નાણાકીય લાભ મેળવી સાયબર ફ્રોડના ગુનામાં મદદગારી કરી ગુનો આચરનાર 11 આરોપીઓ તથા ખાતાધારકોને તથા ખાતા ખોલાવવામાં દુકાનનો સેટઅપ કરનાર આરોપીઓ જેમાં હાર્દિક મૈયાણી, દર્શન સવાણી, દિપક રાજપુત, પરેશ નાવડીયા, મયુર સાસાણી, રજની કુંભાણી, વિપુલ ઈટાલીયા, સંદિપ બેલડીયા, સુમિત કેવડિયા, સૌરભ ક્યાડા, હાર્દિક કુંભાણી, કલ્પ દેવાણી અને વિનુ જાદવાણીને ઝડપી પાડી તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Exit mobile version