સચીન જીઆઈડીસીમાં 12 વર્ષીય બાળકનું તળાવમાં ડૂબી જતા મોત
થર્મોકોલ તૂટતા તળાવમાં ડૂબ્યો માસુમ ચંદુ પરસાદ
20 ફૂટ ઊંડા તળાવમાં ન્હાવા પડતા બાળકનું કરુણ મોત
સુરતના સચીન જીઆઈડીસી વિસ્તારમાં 12 વર્ષીય બાળક તળાવમાં ન્હાવા પડતા ડુબી જતા મોત નિપજ્યુ હોય જેને લઈ પરિવારનોમાં શોકની કાલીમાં છવાઈ જવા પામી છે.
સુરતના સચીન જીઆઈડીસી વિસ્તારમાં મુળ બિહારનો પરિવાર રહેતો હોય જેમનો 12 વર્ષીય બાળક ચંદુ પરસાદ બપોરના સમયે થર્મોકોલ લઈને તળાવમાં ન્હાવા ઉતર્યો હતો. જો કે તળાવમાં થર્મોકોલ તુટી જતા તે ડુબી ગયો હતો. અંદાજે 20 ફુંટ ઉંડા તળાવમાં બપોરના સમયે બાળક ડુબી જતા એમ્બ્યુલન્સ અને ફાયરને જાણ કરાઈ હતી જેથી તાત્કાલિક ફાયરની ટીમ સ્થળે દોડી ગઈ હતી જો કે બાળકને બચાવી શકાયુ ન હતું. ત્રણ બહેનોના બે ભાઈઓમાંથી એક ભાઈનુ મોત નિપજતા પરિવારજનો પર હાલ આભ તુટી પડ્યુ છે. હાલ બનાવને લઈ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

