Site icon hindtv.in

કેદારનાથ યાત્રામાં ભારે વરસાદથી સુરતના 11 યાત્રીઓ ફસાયા

કેદારનાથ યાત્રામાં ભારે વરસાદથી સુરતના 11 યાત્રીઓ ફસાયા
Spread the love

કેદારનાથ યાત્રામાં ભારે વરસાદથી સુરતના 11 યાત્રીઓ ફસાયા
સુરતથી ગયેલા 14 યાત્રીઓના ગ્રુપમાંથી 3નું હેલિકોપ્ટરથી રેસ્ક્યુ
બાકીના 11 યાત્રીઓ હજુ ફસાયેલા હોવાની માહિતી
પરિવારજનોમાં ચિંતા, રેસ્ક્યુની રાહ જોવાઈ રહી છે

કેદારનાથ યાત્રા દરમિયાન ભારે વરસાદના કારણે સુરતથી યાત્રાએ ગયેલા 11 જેટલા યાત્રીઓ ફસાયા હોવાની માહિતી સામે આવી છે. સુરતથી કુલ 14 લોકોનું ગ્રુપ કેદારનાથ યાત્રાએ ગયું હતું, જેમાંથી ત્રણ લોકોને હેલિકોપ્ટર મારફતે રેસ્ક્યુ કરાયુ હતુ જોકે, બાકીના 11 યાત્રીઓ હજુ પણ ત્યાં ફસાયેલા હોવાનુ કહેવાય રહ્યુ છે.

સુરતના અલથાણ વિસ્તારમાં રહેતા રંજનબેન પંચાલ સહિતનું 14 લોકોનું ગ્રુપ કેદારનાથ યાત્રાએ ગયું હતું. યાત્રા દરમિયાન ભારે વરસાદના કારણે પરિસ્થિતિ મુશ્કેલ બની હોવાનું સામે આવ્યું છે. ગ્રુપમાંથી ત્રણ લોકોને હેલિકોપ્ટર મારફતે રેસ્ક્યુ કરવામાં આવ્યા છે, જ્યારે અન્ય 11 લોકો હજુ પણ ફસાયેલા હોવાનો પરિવારજનો અને યાત્રીઓ તરફથી દાવો કરવામાં આવ્યો છે. ફસાયેલા રંજનબેન પંચાલે વીડિયો બનાવી ગુજરાત સરકાર પાસે મદદની અપીલ કરી છે. તેમને તાત્કાલિક રેસ્ક્યુ કરી સુરક્ષિત સ્થળે પહોંચાડવા માટે સરકારને વિનંતી કરવામાં આવી છે. રંજનબેનનો આરોપ છે કે સ્થાનિક પ્રશાસન તરફથી યોગ્ય જવાબ આપવામાં આવી રહ્યો નથી. ભારે વરસાદ વચ્ચે ફસાયેલા યાત્રીઓની સુરક્ષાને લઈને ચિંતા વધી છે. હવે ગુજરાત સરકાર અને સંબંધિત તંત્ર દ્વારા કેદારનાથમાં ફસાયેલા સુરતના યાત્રીઓને તાત્કાલિક મદદ અને રેસ્ક્યુ ક્યારે મળે છે, તેના પર સૌની નજર છે.

Exit mobile version